<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ચૂંટણી પંચે TMCનું ચૂંટણી ચિન્‍હ અને નામ બંને ફ્રીઝ કરી દીધા

મમતા બેનર્જીને લાગ્‍યો મોટો ઝટકો : ચૂંટણી પંચના આદેશ અનુસાર, બંનેમાંથી કોઈપણ જૂથ હવે એકલા ‘ઓલ ઈન્‍ડિયા તૃણમૂલ કોંગ્રેસ' નામનો ઉપયોગ કરી શકશે નહીં

નવી દિલ્‍હીઃ તા.૧૮: પヘમિ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (AITC)માં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્‍ચે ભારતના ચૂંટણી પંચે મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે પાર્ટીના સત્તાવાર નામ ‘ઓલ ઈન્‍ડિયા તૃણમૂલ કોંગ્રેસ' અને તેમના આરક્ષિત ચૂંટણી ચિホ ‘ફૂલ અને ઘાસ'ના ઉપયોગ પર તાત્‍કાલિક રોક લગાવી દીધી છે. આ નિર્ણયથી મમતા બેનર્જી અને અરુપ રોયના નેતૃત્‍વવાળા બંને જૂથ હવે આગામી પેટાચૂંટણીઓમાં મૂળ પાર્ટીના નામ અને ચિホનો ઉપયોગ કરી શકશે નહીં.

ચૂંટણી પંચે બંને પક્ષોને ૧૮ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્‍યા સુધીમાં ત્રણ નવા પાર્ટી નામ અને ત્રણ ફ્રી ચૂંટણી ચિホોના વિકલ્‍પો રજૂ કરવાનો આદેશ આપ્‍યો છે.

બે જૂથ વચ્‍ચે અસલી તૃણમૂલ કોંગ્રેસ હોવાનો દાવોઃ તૃણમૂલ કોંગ્રેસમાં હાલ બે વિરોધી જૂથ સામસામે આવી ગયા છે. એક તરફ પヘમિ બંગાળના પૂર્વ મુખ્‍યમંત્રી મમતા બેનર્જીનું જૂથ છે, જ્‍યારે બીજી તરફ અરુપ રોયનું જૂથ પોતાને અસલી અને કાયદેસર તૃણમૂલ કોંગ્રેસ ગણાવી રહ્યું છે.

ચૂંટણી પંચે જણાવ્‍યું કે ચૂંટણી ચિホ (આરક્ષણ અને ફાળવણી) આદેશ, ૧૯૬૮ના પેરા ૧૫ હેઠળ વિવાદનો અંતિમ નિર્ણય લેવા માટે વધુ સમયની જરૂર છે. જોકે પેટાચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાથી નિષ્‍પક્ષતા જાળવવા માટે આ અંતરિમ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવી છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર, બંનેમાંથી કોઈપણ જૂથ હવે એકલા ‘ઓલ ઈન્‍ડિયા તૃણમૂલ કોંગ્રેસ' નામનો ઉપયોગ કરી શકશે નહીં. બંને જૂથોને અલગ નામ પસંદ કરીને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ ઇચ્‍છે તો નવા નામ સાથે મૂળ પાર્ટીનો સંદર્ભ ઉમેરી શકે છે.

આ ઉપરાંત બંને જૂથોને પાર્ટીના આરક્ષિત ચૂંટણી ચિホ ‘ફૂલ અને ઘાસ'ના ઉપયોગથી પણ વંચિત રાખવામાં આવ્‍યા છે. પેટાચૂંટણીમાં ભાગ લેવા માટે હવે બંને પક્ષોને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ફ્રી સિબલ્‍સમાંથી કોઈ એક ચિホ પસંદ કરવું પડશે.

આ વિવાદ ત્‍યારે શરૂ થયો જ્‍યારે ઋતબ્રત બેનર્જીએ ચૂંટણી પંચ સમક્ષ અરજી દાખલ કરી. તેમણે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યસમિતિનો કાર્યકાળ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ પૂર્ણ થઈ ગયો હતો. તેથી ત્‍યારબાદ કાર્યસમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયો કાયદેસર ગણાઈ શકતા નથી.

રીતબ્રત બેનર્જીએ વધુમાં જણાવ્‍યું કે ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ બોલાવવામાં આવેલા વિશેષ અધિવેશનમાં અરુપ રોયને નવી રાષ્ટ્રીય કાર્યસમિતિના અધ્‍યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્‍યા હતા.

મમતા બેનર્જીના જૂથે રીતબ્રત બેનર્જી અને અરુપ રોયના તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્‍યા છે. મમતા જૂથના પ્રતિનિધિઓએ ચૂંટણી પંચને જણાવ્‍યું કે બળવાખોર નેતાઓ દ્વારા બોલાવવામાં આવેલી બેઠક ગેરકાયદેસર અને પાર્ટીના બંધારણ વિરુદ્ધ હતી. તેમણે દલીલ કરી કે તે બેઠકમાં લેવામાં આવેલા તમામ નિર્ણયો અને નિમણૂકો અમાન્‍ય છે અને ચૂંટણી પંચે આવા દાવાઓને કોઈ મહત્‍વ આપવું જોઈએ નહીં.

૧૭ સપ્‍ટેમ્‍બરે નવી દિલ્‍હીમાં ચૂંટણી પંચે બંને જૂથોના પ્રતિનિધિમંડળોને બોલાવી તેમની દલીલો સાંભળી હતી. પંચે બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલા દસ્‍તાવેજો અને પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ મામલાને ગંભીર ગણાવ્‍યો. ચૂંટણી પંચે સ્‍પષ્ટ કર્યું કે મુખ્‍ય વિવાદ પર અંતિમ નિર્ણય બાદમાં લેવામાં આવશે, પરંતુ ત્‍યાં સુધી બંને જૂથો માટે પાર્ટીના નામ અને ચૂંટણી ચિホના ઉપયોગ પર પ્રતિબંધ યથાવત રહેશે.

આ નિર્ણય પヘમિ બંગાળની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે અને આગામી પેટાચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસના બંને જૂથો માટે મોટી પડકારરૂપ સ્‍થિતિ સર્જી શકે છે

(10:14 AM IST)