તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ભારતના ચૂંટણી પંચ દ્વારા 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર : જાણો સમગ્ર શેડ્યુલ
માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી

ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૦૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા બિહાર અને મધ્યપ્રદેશની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની માંજલપુર બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત માંજલપુર વિધાનસભા બેઠક માટે તા.૦૬ જુલાઈ, ૨૦૨૬ થી તા.૧૩ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. માંજલપુર બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી
તા.06 જુલાઈ, ૨૦૨૬ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
* તા.13 જુલાઈ, ૨૦૨૬ સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે
* તા.14 જુલાઈ, ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.
* તા.16 જુલાઈ, ૨૦૨૬ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
* તા.૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મતદાન યોજાશે.
* તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ પરિણામ જાહેર થશે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
