<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ભાજપ સાથે મળીને કામ કરે ચેહ ચૂંટણી આયોગ : કપિલ સિમ્બલ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું

તેમણે કમિશનર જ્ઞાનેશ કુમાર પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો અને તેમને રાષ્ટ્રીય અપમાન ગણાવ્યા

નવી દિલ્હી : ભૂતપૂર્વ કાયદા મંત્રી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે મુખ્ય ચૂંટણી કમિશનર અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કમિશનર જ્ઞાનેશ કુમાર પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો અને તેમને રાષ્ટ્રીય અપમાન ગણાવ્યા હતા 

  કપિલ સિબ્બલે કહ્યું કે પક્ષો સરકારો નહીં, પણ ચૂંટણી લડે છે. અહીં (બંગાળમાં) સરકાર ચૂંટણી લડી રહી છે. ગુજરાતથી 5,000 લોકોને ખાસ ટ્રેનોમાં પશ્ચિમ બંગાળ લઈ જવામાં આવી રહ્યા છે. જે લોકો ઘરે જવા માંગતા હતા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જ્યારે ભાજપના સભ્યોને પશ્ચિમ બંગાળ લઈ જવા માટે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી.

(12:34 AM IST)