<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ચૂંટણી પંચની મોટી કાર્યવાહીઃ મહેશ બાબુ, રાજામૌલી અને સાઇના નેહવાલ સહિત અનેક દિગ્‍ગજોને SIR નોટિસ

મતદાર યાદીની માહિતીમાં વિસંગતતા અને જૂના SIR ડેટા સાથે રેકોર્ડ મેચ ન થવાને કારણે કાર્યવાહી કરાઇ

નવી દિલ્‍હી, તા.૧૧: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે હાથ ધરવામાં આવેલી સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત અનેક અગ્રણી હસ્‍તીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ યાદીમાં હોલિવુડ અભિનેતા મહેશ બાબુ, પ્રખ્‍યાત ફિલ્‍મ દિગ્‍દર્શક એસ.એસ. રાજામૌલી, ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણ અને બેડમિન્‍ટન સ્‍ટાર સાઇના નેહવાલ જેવા દિગ્‍ગજોના નામ સામેલ છે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ડ્રાફ્‌ટ મતદાર યાદી જાહેર થયા બાદ આ સામાન્‍ય ચકાસણી અને સુધારણા પ્રક્રિયાનો એક ભાગ છે. આ યાદી માત્ર ફિલ્‍મ સ્‍ટાર્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રમતગમત અને વ્‍યવસાય જગતની અનેક જાણીતી હસ્‍તીઓનો પણ સમાવેશ થાય છે.

મુખ્‍ય હસ્‍તીઓમાં મહેશ બાબુ અને તેમની પત્‍ની નમ્રતા, વેંકટેશ દગ્‍ગુબાતી, સામંથા રૂથ પ્રભુ, વિજય દેવરકોંડા, મિતાલી રાજ, પુલેલા ગોપીચંદ, અને ઉપાસના કોંડીડેલાનું નામ સામેલ છે. તેનું કારણ મતદાર યાદીમાં નામ અથવા માતા-પિતાના નામમાં વિસંગતતાહોવી અને જૂના SIR ડેટા સાથે રેકોર્ડ મેચ ન થવાને કારણે આ નોટિસો મોકલવામાં આવી છે. માત્ર નોટિસ મળવાનો અર્થ એ નથી કે કોઈ પણ વ્‍યક્‍તિ મતદાન કરવા માટે ગેરલાયક છે અથવા તેનું નામ રદ કરવામાં આવ્‍યું છે. જે હસ્‍તીઓ રૂબરૂ હાજર રહી શકતી નથી, તેઓ સુનાવણીમાં પોતાનું પ્રતિનિધિત્‍વ કરવા માટે અન્‍ય કોઈ વ્‍યક્‍તિને અધિકળત કરી શકે છે તેમજ જરૂરી દસ્‍તાવેજો રજૂ કરી નામ સુધારી શકે છે.

(3:26 PM IST)