<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ચૂંટણી ડોનેશનનો ખેલ : એક પક્ષને મત મળ્‍યા ફક્‍ત ૧૪૦ અને દાન મળ્‍યું ૨૧૧ કરોડ

ગુજરાતમાં ૬ બિન માન્‍યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને કુલ ૨૬૯૨ કરોડનું દાન : ADRના રિપોર્ટમાં ઘટસ્‍ફોટ, જેટલું દાન મળ્‍યું તેમાંથી મોટાભાગનો ચૂંટણી ખર્ચ પણ બતાવી દેવાયો

નવી દિલ્‍હીઃ તા.૩૦: ગુજરાતમાં નોંધાયેલા મુખ્‍ય બિન માન્‍યતા પ્રાપ્ત રાજકીય પક્ષો(રજીસ્‍ટર્ડ અન-રેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટી-આરયુપીપી) જેની મતદારો સુધી ભાગ્‍યે જ પહોંચ હોય કે મત મળતા હોય પરંતુ કરોડો રૂપિયાનું ડોનેશન મળતું હોય છે. આ?ર્યની વાત એ છે કે તેમાંથી એક સૌરાષ્‍ટ્ર જનતા પક્ષને કુલ ૨૧૧.૨૩ કરોડ રૂપિયાનું દાન મળ્‍યું છે અને એક જ ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી લડી છે. જેમાં ફક્‍ત ૧૪૦ મત મળ્‍યા હતા. ગુજરાતમાં નોંધાયેલી પાર્ટીઓ કે તેમના ઉમેદવારોનું નામ કોઇએ સાંભળ્‍યું ન હોય પરંતુ તેમને કુલ ૨૬૯૨ કરોડ રૂપિયાના મળેલા દાનમાંથી મોટા ભાગની રકમનો ચૂંટણી ખર્ચ બતાવી દીધાનો ઘટસ્‍ફોટ પણ એડીઆરના અહેવાલમાં થવા પામ્‍યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ દ્વારા ગુજરાતમાં નોંધાયેલા આરયુપીપીને વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધી મળેલા ડોનેશન, તેમાંથી જે તે પક્ષોએ દર્શાવેલો કુલ ચૂંટણી ખર્ચ, આ પક્ષોએ લડેલી ચૂંટણી અને બેઠકો તેમજ મળેલા મતનો અહેવાલ બહાર પડાયો છે. આવી પાર્ટીઓ કયારે ચૂંટણી લડે છે અને પ્રચારમાં ઉતરે છે કે નહીં તેની પણ કોઈને જાણ હોતી નથી પરંતુ કરોડો રૂપિયાનું દાન મળતું હોય છે. ગુજરાતમાં આવી ૬ જેટલી પાર્ટી આ સમયગાળામાં નોંધાયેલી છે. જેમાં ભારતીય રાષ્‍ટ્રીય જનતા દળ, ન્‍યૂ ઇન્‍ડિયા યુનાઇટેડ પાર્ટી, સ્‍વતંત્ર અભિવ્‍યક્‍તિ પાર્ટી, સત્‍યવાદી રક્ષક પાર્ટી, સૌરાષ્‍ટ્ર જનતા પક્ષ અને જનમન પાર્ટીનો સમાવેશ થાય છે. આ પક્ષોએ ગુજરાત સહિત અન્‍ય રાજ્‍યોમાં પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી છે તેમાં ગણતરીના ઉમેદવાર જ ઉભા રાખ્‍યા છે. અત્‍યાર સુધી તેમનો એકપણ ઉમેદવાર જીત્‍યો નથી પરંતુ ચૂંટણી ખર્ચ અબજો રૂપિયાનો કરી નાખ્‍યો હોવાના હિસાબો ચૂંટણી પંચમાં જમા કરાવેલા છે.

૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધી મળેલું દાન, ખર્ચ અને તમામ ચૂંટણીમાં મળેલા મત

પક્ષ                 કુલ દાન               કુલ ખર્ચ                ચૂંટણી  બેઠકો  કુલ મત

ભારતીય રાષ્‍ટ્રીય જનતા દળ ૧૧૫૬.૬૪ કરોડ       ૧૧૫૫ કરોડ   પ      ૧૬     ૩૨,૨૪૪

ન્‍યૂ ઇન્‍ડિયા યુનાઇટેડ પાર્ટી  ૬૯૯ કરોડ             ૬૯૮.૫૧ કરોડ ૪      ૮      ૧૦,૫૯૦

સ્‍વતંત્ર અભિવ્‍યક્‍તિ પાર્ટી     ૭૫.૯૪ કરોડ   ૭૩.૨૧ કરોડ   ૩      ૮      ૧૪,૩૯૪

સત્‍યવાદી રક્ષક પાર્ટી        ૪૧૬ કરોડ             ૪૧૬ કરોડ             ૨      ૨      ૧૦૪૨

સૌરાષ્‍ટ્ર જનતા પાર્ટી ૨૧૧ કરોડ             ૨૧૦.૨૪કરોડ  ૧      ૧      ૧૪૦

જનમન પાર્ટી                ૧૩૩.૫૬ કરોડ ૧૩૩.૫૬ કરોડ ૧     ૨      ૪૮૦

ચૂંટણી પંચે આવા પક્ષોના હિસાબોનું ક્રોસ ચેકિંગ કરવું જોઈએઃ સંતોષસિંહ

ચૂંટણી પ્રક્રિયા ઉપર વોચ રાખતા ગુજરાતના આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટ સંતોષસિંહ રાઠોડના કહેવા મુજબ કોઇ ઓળખતું (ન હોય તેવી પાર્ટીઓને જો કરોડો રૂપિયાના દાન મળે તો તેમને જે ધન આપે છે તેમનો અન્‍ય કોઇ હેતુ નથી ને તેથી તપાસનો વિષય બને છે. આવા પક્ષો ચૂંટણી ખર્ચમાં મુખ્‍ય હેતુના નામે ખર્ચ બતાવી દે છે જેને ચૂંટણી પંચ ભાગ્‍યે જ ક્રોસ ચેક કરે છે. તેથી કર રાહતનો દુરુપયોગ થવાની શંકા હોય છે. વાસ્‍તવમાં ચૂંટણી પંચે કરોડોનો ખર્ચ બતાવનારી પાર્ટીએ કેટલી રેલી-સભા યોજવા પરમિશન લીધી, ર્હોડિંગ્‍સ લગાવ્‍યા વિગેરે જોવું જોઇએ. આમાંથી જ કેટલાક પક્ષો ઉપર તાજેતરમાં દરોડા પડ્‍યા હતા.

(10:29 AM IST)