તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
હાથણીએ આપ્યો જોડિયા બચ્ચાંને જન્મ
વન્યજીવ નિષ્ણાતોએ અતિ દુર્લભ કેસ ગણ્યો

જિમ કોર્બેટ તા.૨૧: ઉત્તરાખંડના પ્રખ્યાત જિમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી વન્યજીવપ્રેમીઓ માટે એક બેહદ રોમાંચક અને આનંદના સમાચાર સામે આવ્યા છે. અહીં એક હાથણીએ ેડિયા બચ્ચાને જન્મ આપ્યો છે. ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) ઓફિસર હિમાંશુ ત્યાગીએ સોશ્યલ મીડિયા પર આ વિશે વિગતવાર માહિતી શેર કરીને જણાવ્યું છે કે હાથીઓમાં જોડિયા બચ્ચાનો જન્મ થવો એ અત્યંત દુર્લભ બાબત છે અને આવી ઘટનાઓ એક ટકા કરતાં પણ ઓછા કિસ્સામાં જોવા મળે છે. આ વૈજ્ઞાનિક વિરલતા પાછળનાં મુખ્ય કારણો વિશે ત્જ્લ્ અધિકારી હિમાંશુ ત્યાગીનું કહેવું છે કે ‘સામાન્ય રીતે હાથીનું માત્ર એક જ બચ્ચું જન્મ સમયે અંદાજે ૭૦થી ૧૨૦ કિલો જેટલું ભારે હોય છે. આવા સંજોગોમાં ગર્ભમાં એકસાથે બે બચ્ચાંને ઉછેરવાં અને એમનું વજન વહન કરવું એ માતૃત્વની લ્લષ્ટિએ હાથણી માટે શારીરિક અને ચયાપચયની ક્રિયાની રીતે અત્યંત કઠિન અને મોટો બોજ બની જાય છે. હાથીઓમાં ગર્ભધારણનો સમયગાળો પૃથ્વી પરનાં તમામ સસ્તન પ્રાણીઓમાં સૌથી લાંબો એટલે કે બાવીસથી ૨૪ મહિનાનો હોય છે. આટલા લાંબા સમય સુધી બે બચ્ચાંને ગર્ભમાં સુરક્ષિત રાખવાં એ હાથિણી માટે મોટો પડકાર છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
