<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

એલોન મસ્‍કે હવે મુકેશ અંબાણીને ભારતના વડા પ્રધાન અને અસલી બોસ ગણાવ્‍યા

વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ એલોન મસ્‍કે ફરી એકવાર મુકેશ અંબાણી પર નિશાન સાધ્‍યું: X પરની તેમની તાજેતરની પોસ્‍ટમાં, તેમણે અંબાણી પર કટાક્ષ કર્યો છે : સેટકોમ ક્ષેત્રમાં રિલાયન્‍સ જિયો અને સ્‍ટારલિંક વચ્‍ચે સ્‍પર્ધા ચાલી રહી છે

નવી દિલ્‍હી,તા.૧૦: સ્‍ટારલિક વિવાદ વધતો જ રહ્યો છે. વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ એલોન મસ્‍કે ફરી એકવાર મુકેશ અંબાણી પર નિશાન સાધ્‍યું છે. એક્‍સ પરની તેમની તાજેતરની પોસ્‍ટમાં, તેમણે અંબાણી પર કટાક્ષ કર્યો છે, તેમને ભારતના વડા પ્રધાન અને  અસલી બોસ ગણાવ્‍યા છે. મસ્‍કની કંપની, સ્‍ટારલિકને હજુ સુધી ભારતમાં સેટકોમ સેવાઓ શરૂ કરવાની પરવાનગી મળી નથી, જેના કારણે તેઓ હતાશ થઈ ગયા છે.

એક્‍સ પરની એક પોસ્‍ટમાં, મસ્‍કે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પર કટાક્ષ કરતા લખ્‍યું છે, પ્રિય વડા પ્રધાન અંબાણી, કૃપા કરીને મારી માફી સ્‍વીકારો. મને ખ્‍યાલ નહોતો કે તમે ભારતના અસલી  બોસ છો. સ્‍વાભાવિક રીતે, તમે તમારા વર્ચસ્‍વ સાથે ભારતના મહાન લોકોનું શોષણ કરવાનું ચાલુ રાખવા માંગો છો, પરંતુ શું તમે હજુ પણ સ્‍ટારલિંકને સ્‍પર્ધા કરવાની મંજૂરી આપવાનું વિચારશો?

તેમણે કહ્યું, ભારતના ઘણા વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટ ઍક્‍સેસનો અભાવ છે, જેના કારણે બાળકો અભ્‍યાસ કરવાની તકથી વંચિત રહે છે અને નાના વ્‍યવસાયો વૈશ્વિક બજારમાં તેમનો માલ વેચવાની તકથી વંચિત રહે છે. સ્‍ટારલિક તેમના જીવનમાં સુધારો કરશે. મસ્‍કે કહ્યું કે સ્‍ટારલિક વિશ્વભરમાં કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે આવશ્‍યક સાબિત થયું છે. જ્‍યારે અન્‍ય બધી વાતચીત પ્રણાલીઓ નિષ્‍ફળ ગઈ, ત્‍યારે સ્‍ટારલિક કામમાં આવી. મસ્‍કે કહ્યું કે સ્‍ટારલિક સાથે, તમે સમગ્ર ભારતમાં પુરુષો, ષીઓ અને બાળકોને બચાવવામાં પણ મદદ કરશો.

માત્ર આટલું જ નહીં, મસ્‍કે બે સમાચાર લેખો પણ શેર કર્યા. એક અલ જઝીરાનો અહેવાલ છે, જેમાં દાવો કરવામાં આવ્‍યો છે કે રિલાયન્‍સ સાથે જોડાયેલી કંપનીએ ફેસબુક પર ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપ્‍યો છે. બીજો ઇન્‍ડિયન એક્‍સપ્રેસનો છે. તેમાં દાવો કરવામાં આવ્‍યો છે કે રિલાયન્‍સની કંપની ક્‍વિક સપ્‍લાયે ૨૦૨૧-૨૨ અને ૨૦૨૩-૨૪ વચ્‍ચે ચૂંટણી બોન્‍ડ દ્વારા ભાજપને રૂ.૩૮૫ કરોડનું દાન આપ્‍યું હતું.

અગાઉ, મસ્‍કે સેટેલાઇટ કોમ્‍યુનિકેશન મંજૂરી પ્રક્રિયામાં ભેદભાવનો આરોપ લગાવ્‍યો હતો અને કહ્યું હતું કે કેટલાક શક્‍તિશાળી વ્‍યક્‍તિઓ સ્‍ટારલિકના પ્રવેશને અવરોધી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ આ વિવાદમાં કૂદી પડ્‍યા હતા. દરમિયાન, શુક્રવારે સંદેશાવ્‍યવહાર મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

સિંધિયાએ કહ્યું, મેં સરકારની સ્‍થિતિ અને નીતિ પહેલાથી જ જણાવી દીધી છે. ત્રણ પક્ષો પાસે લાઇસન્‍સ છે. કોઈ એક પક્ષ નથી. જ્‍યારે સરકાર મહેસૂલ આધારિત ચાર્જિગ સિસ્‍ટમ પર નિર્ણય લેશે, ત્‍યારે તેમને સ્‍પેક્‍ટ્રમ આપવામાં આવશે. એકવાર તેઓ વિવિધ સુરક્ષા શરતો પૂર્ણ કરે, પછી તેઓ કામગીરી શરૂ કરી શકે છે.

(10:17 AM IST)