<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ગંભીર હવામાન, વીજપુરવઠામાં વિક્ષેપ, સાયબર હુમલા કે શત્રુ દેશની કાર્યવાહી જેવી કટોકટી સામે નાગરિકોને ડબ્બાબંધ ખોરાક અને પાણીનો સંગ્રહ કરી રાખવા સલાહ: કટોકટી સામે બ્રિટનની તૈયારી

લંડન, તા. ૧૯ : બ્રિટન સરકારે ગંભીર હવામાન, વીજપુરવઠામાં વિક્ષેપ, સાયબર હુમલા કે શત્રુ દેશની કાર્યવાહી જેવી કટોકટી સામે નાગરિકોને તૈયાર કરવા રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. 

પરિવારોને ડબ્બાબંધ ખાદ્યસામગ્રી, પીવાનું પાણી, જરૂરી દવાઓ, બૅટરી અને ટોર્ચ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો મર્યાદિત સંગ્રહ રાખવા જણાવાયું છે. 

સરકાર દેશની કટોકટી વ્યવસ્થાપન સંબંધિત ‘યુદ્ધ તૈયારી માર્ગદર્શિકા’ને પણ આધુનિક બનાવી રહી છે. 

જોકે આ પગલાંનો અર્થ બ્રિટન યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યું છે એવો નથી. કુદરતી આપત્તિ કે સુરક્ષા સંકટ સમયે લોકો સ્વાવલંબી રહી શકે તે અભિયાનનો મુખ્ય હેતુ છે.

 

(9:50 AM IST)