હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SIR સમાપ્ત થવાનો અર્થ મતદાતા યાદી ફ્રિઝ કરવી નહીં, નામ ઉમેરવા અને દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ ગેરરીતિ સામે સુપ્રીમ લાલઘૂમઃ ગેરકાયદે ફોર્મ-૭ અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી

નવી દિલ્હી, તા.૩૧: સુપ્રીમ કોર્ટે મતદાર યાદી સુધારણા સંદર્ભે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટતા કરી છે કે SIRની પ્રક્રિયા પૂર્ણ થઈ જવાથી મતદાર યાદી ફ્રીઝ થઈ જતી નથી. કેરળ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે મુદત લંબાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યુ હતું કે મતદાર યાદીમાં નવા નામો ઉમેરવા અને દૂર કરવાની વૈધાનિક પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે, જેથી કોઈ પણ પાત્ર નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કપાત થયેલા નામોને પુનઃ ઉમેરવાની તક ઉપલબ્ધ છે. વરિષ્ઠ વકીલ ડી. એસ. નાયડુએ રજૂઆત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે SIR પૂર્ણ થયા પછી પણ નાગરિકો નામ નોંધણી માટે અરજીઓ કરી શકે છે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી પત્ર (નોમિનેશન) ભરાય ત્યાં સુધી મતદાર યાદીમાં નવા નામ ઉમેરી શકાય છે.
સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સ્વીકાર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા મોટા પાયે ફોર્મ-૭ (નામ કમી કરવા માટેની અરજીઓ) સ્વીકારવામાં અનિયમિતતાઓ અને ગરબડ આચરવામાં આવી હતી. આ અંગે ચૂંટણી પંચે અદાલતને ખાતરી આપી હતી કે ગેરરીતિમાં સંકળાયેલા તમામ દોષિત અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અરજદારોને પોતાની રજૂઆતો ચૂંટણી પંચ સમક્ષ સીધી રજૂ કરવાની મુક્તતા આપી હતી. બીજી તરફ કેરળના સંદર્ભમાં પંચે માહિતી આપી હતી કે ત્યાં ફેબ્રુઆરી માસમાં જ SIR કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તે અંતિમ યાદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
