<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

વ્‍હોટ્‍સએપ આધારિત પમ્‍પ એન્‍ડ ડમ્‍પ શેર કૌભાંડ મામલે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટરોટ (ED)ની મોટી કાર્યવાહી

મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ ૬ શહેરોમાં ૨૯ સ્‍થળો પર દરોડા RM ડ્રીપ એન્‍ડ સ્‍પ્રિંકલર્સ અને R&B ડેનિમ્‍સ કંપનીના શેર હેરાફેરી કેસમાં આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ટ્રેડિંગ ખાતા ફ્રીઝઃ વોટ્‍સએપ અને સોશિયલ મીડિયા દ્વારા રિટેલ રોકાણકારો સાથે છેતરપિંડી

નવી દિલ્‍હીઃ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટરોટ (ED) ના મુંબઈ ઝોનલ ઓફિસ-ત્‍ દ્વારા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિગ એક્‍ટ (PMLA), ૨૦૦૨ ની જોગવાઈઓ અંતર્ગત તા ૧૬ ઓક્‍ટોબર ૨૦૨૬ના રોજ મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ ૬ શહેરોની ૨૯ જગ્‍યાઓ પર મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. આ દરોડાઓ લિસ્‍ટેડ કંપનીઓ, જેમાં વિશેષ કરીને M/s RM ડ્રીપ એન્‍ડ સ્‍પ્રિંકલર્સ Ltd. અને M/s R&B ડેનિમ્‍સ કંપની Ltd ના શેરોમાં કરવામાં આવેલી હેરાફેરી સાથે સંકળાયેલા છે.

તપાસ દરમિયાન દરોડાવાળા સ્‍થળોમાં આ બંને કંપનીઓની ઓફિસો, તેમના પ્રમોટરોના નિવાસ્‍થાનો, નીચા ભાવે શેર ફાળવવામાં આવ્‍યા હોય તેવા વ્‍યક્‍તિઓના ઘરો, સ્‍ટોક-બ્રોકિગ અને ફાઇનાન્‍સ ફોર્મોની ઓફિસો તેમજ પ્રમોશનલ વ્‍હોટ્‍સએપ ગ્રૂપ ચલાવવાની શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓના સ્‍થળોનો સમાવેશ થાય છે.

પ્રેફરન્‍શિયલ અલોટમેન્‍ટ અને વ્‍હોટ્‍સએપ ટીપ કેમ્‍પેઈનઃ PMLA ની તપાસમાં બહાર આવ્‍યું છે કે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ વચ્‍ચે આ બંને કંપનીઓએ પસંદગીની વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓને ૩.૫ કરોડથી વધુ શેર અને કન્‍વર્ટિબલ વોરંટ જારી કર્યા હતા. આ ફાળવણી માટે ચૂકવવામાં આવેલા નાણાંનો મોટો ભાગ સંબંધિત વ્‍યક્‍તિઓ, ફોર્મો અને લેણદારોના નાના વર્તુળમાંથી આવ્‍યો હતો, અને ત્‍યારબાદ શેરના ભાવ કૃત્રિમ રીતે ઊંચા લઈ જવામાં આવ્‍યા હતા. ડિસેમ્‍બર ૨૦૨૫ ના અંતથી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન Multibagger Stocks જેવા નામોવાળા વ્‍હોટ્‍સએપ સમુદાયો દ્વારા રિટેલ રોકાણકારોને આ શેરો ખરીદવા માટે દૈનિક બાય (buy) ટીપ્‍સ મોકલવામાં આવતી હતી. આ ગ્રૂપો હરિયાણા અને મુંબઈના અન્‍ય વ્‍યક્‍તિઓના નામે મેળવેલા સિમ કાર્ડ દ્વારા ચલાવવામાં આવતા હતા, પરંતુ તેનું સંચાલન ગુજરાતના ભાવનગરથી થતું હતું. આ ટીપ્‍સથી આકર્ષાઈને ખરીદદારોની સંખ્‍યામાં ભારે વધારો થયો અને શેરોના ભાવ વધુ ઉપર ચડી ગયા.

ડમ્‍પ પ્રક્રિયા અને રોકાણકારોનું નુકસાનઃ આ તપાસમાં જણાઈ આવ્‍યું છે કે RMDSSL ના શેરને ખરીદ રસ જગાડવા માટે વિવિધ વ્‍હોટ્‍સએપ ગ્રૂપ દ્વારા પ્રમોટ કરવામાં આવ્‍યા હતા, જેના પરિણામે પ્રમોશન સમયગાળા દરમિયાન શેરના ભાવ અને વોલ્‍યુમમાં મોટો વધારો થયો હતો. આ વધેલા ખરીદીના રસનો ફાયદો ઉઠાવીને પ્રેફરન્‍શિયલ અલોટીઝે (શેર મેળવનારાઓએ) તેમના શેરનો મોટો હિસ્‍સો મોટા પ્રમાણમાં રોકાણકારોને ડમ્‍પ (વેચી) દીધો હતો.

દરોડામાં મળેલી શોધો અને જપ્તીઃ સર્ચ દરમિયાન ED એ એફલૂઅન્‍સ જેમ્‍સ (Affluence Gems) અને અન્‍ય, કાવા (Kawa) HUF અને અન્‍ય, તેમજ કોમાલય કંસલ્‍ટનસી (Komalay Consultancy) અને અન્‍ય જેવા કુટુંબ-સંબંધિત લાભાર્થીઓના ક્‍લસ્‍ટરો ઓળખી કાઢ્‍યા છે. તપાસમાં ખૂલ્‍યું કે આ લાભાર્થીઓએ પ્રેફરન્‍શિયલ વોરંટ દ્વારા નીચા ભાવે લક્ષિત શેરો મેળવ્‍યા હતા અને પછી વ્‍હોટ્‍સએપ, ટ્‍વિટર (X), SMS અને અન્‍ય ચેનલો દ્વારા ચલાવાયેલા વ્‍યવસ્‍થિત અભિયાન દ્વારા શેરના ભાવ વધાર્યા હતા.

આ કાર્યવાહીના ભાગરૂપે ચ્‍ઝ દ્વારા આ વ્‍યક્‍તિઓ અને સંબંધિત સંસ્‍થાઓના આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ટ્રેડિગ ખાતાઓને ફ્રીઝ કરી દેવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ અપરાધિક દસ્‍તાવેજો, ડિજિટલ ઉપકરણો, શેર વ્‍યવહારોના રેકોર્ડ્‍સ અને પ્રોપર્ટીના કાગળો પણ જપ્ત કરવામાં આવ્‍યા છે. આ મામલે આગળની તપાસ હાલ ચાલુ છે.

(11:07 AM IST)