<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોનું આખું શિડ્યુલ વેરવિખેર: દુબઈ, રિયાધ અને તેલ અવીવની સેંકડો ફ્લાઇટ્સ રદ; પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી!

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષની વૈશ્વિક એરલાઇન્સ પર સીધી અસર; લુફ્થાન્સા, બ્રિટિશ એરવેઝ અને એર ફ્રાન્સ સહિતના મોટા કેરિયર્સે સસ્પેન્શન લંબાવ્યું

નવી દિલ્હી : મધ્ય પૂર્વ (Middle East) માં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને હવાઈ હુમલાની સીધી અને અત્યંત માઠી અસર હવે વૈશ્વિક એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. જોખમી બનેલા હવાઈ ક્ષેત્ર (Airspace) ને કારણે દુનિયાભરની અગ્રણી એરલાઇન્સ કંપનીઓએ મધ્ય પૂર્વના દેશો તરફ જતી તેમની ફ્લાઇટ્સના શિડ્યુલમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે. જો કે કેટલીક એરલાઇન્સે મર્યાદિત સ્તરે પોતાની સેવાઓ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મોટાભાગના આંતરરાષ્ટ્રીય કેરિયર્સે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના સુધી પોતાની ફ્લાઇટો કાં તો રદ કરી દીધી છે અથવા તો સસ્પેન્શન લંબાવી દીધું છે.

આ આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે ભારત સહિત દુનિયાભરના હજારો મુસાફરો કે જેઓ દુબઈ, દોહા, રિયાધ કે તેલ અવીવની મુસાફરી કરવાના હતા, તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

જાણો, કઈ એરલાઇન્સે ક્યાં સુધી ફ્લાઇટ્સ મોકૂફ રાખી?

વૈશ્વિક સ્તરે એરલાઇન્સ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર અપડેટ્સ નીચે મુજબ છે:

·         લુફ્થાન્સા અને સ્વિસ એર: લુફ્થાન્સા ગ્રુપે સ્વિસ, ઓસ્ટ્રિયન અને બ્રસેલ્સ એરલાઇન્સ સાથે મળીને મોટો નિર્ણય લીધો છે. તેમણે અબુ ધાબી, અમ્માન, બૈરૂત, દમ્મામ, રિયાધ, મસ્કત અને તેહરાનની ફ્લાઇટ્સ આગામી ૨૪ ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે. આ ઉપરાંત દુબઈની ફ્લાઇટ્સ પણ ૧૩ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

·         બ્રિટિશ એરવેઝ (IAG): બ્રિટિશ એરવેઝે દોહા અને રિયાધની ફ્લાઇટ્સ ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ટાળી છે, જ્યારે દુબઈ, તેલ અવીવ, બહેરીન અને અમ્માન માટેની ફ્લાઇટ્સ ઉનાળાની આખી સીઝન માટે સ્થગિત કરીને હવે ૨૫ ઓક્ટોબરથી શરૂ કરવાનું આયોજન કર્યું છે.

·         એર કેનેડા અને એરબાલ્ટિક: એર કેનેડા અને એરબાલ્ટિકે દુબઈ અને તેલ અવીવ રૂટ પરની તમામ ફ્લાઇટ્સ ૨૪ ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે.

·         ડેલ્ટા એરલાઇન્સ (USA): અમેરિકાની આ દિગ્ગજ એરલાઇન્સે એટલાન્ટા-ટેલ અવીવ રૂટ ૧raster ડિસેમ્બર સુધી બંધ રાખ્યો છે. જો કે, ન્યૂ યોર્કથી તેલ અવીવ ફ્લાઇટ્સ ૬ સપ્ટેમ્બરથી પ્રાયોગિક ધોરણે શરૂ થઈ શકે છે.

·         એશિયન કેરિયર્સ (કેથે પેસિફિક અને સિંગાપોર એરલાઇન્સ): હોંગકોંગની કેથે પેસિફિકે સપ્ટેમ્બરના બદલે હવે ૨૫-૨૬ ઓક્ટોબરથી દુબઈ-રિયાધની પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે સિંગાપોર એરલાઇન્સે તેનું દુબઈ સસ્પેન્શન ૨૪ ઓક્ટોબર સુધી લંબાવી દીધું છે.

·         જાપાન એરલાઇન્સ: ટોક્યો-દોહા વચ્ચેની ફ્લાઇટ્સ ૩૧ ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે.

હવાઈ માર્ગો બદલાતા મુસાફરી લાંબી અને મોંઘી બની

ફિનલેન્ડની 'ફિન્નએર' (Finnair) જેવી એરલાઇન્સે દોહા ફ્લાઇટ્સ ૨ ઓક્ટોબર સુધી રદ કરવા સાથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ઈરાક, ઈરાન, સીરિયા અને ઇઝરાયલના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ નહીં કરે. આ સુરક્ષા પ્રોટોકોલને કારણે જે એરલાઇન્સ ઓપરેટ થઈ રહી છે, તેમણે પણ પોતાના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. લાંબા રૂટના કારણે વિમાનના ઇંધણનો વપરાશ વધ્યો છે, જેના લીધે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડામાં પણ મોટો વધારો ઝીંકાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મધ્ય પૂર્વમાં જ્યાં સુધી રાજકીય અને સૈન્ય તણાવ ઓછો નહીં થાય, ત્યાં સુધી વૈશ્વિક હવાઈ સેવાઓ પાટા પર આવે તેવા કોઈ ચિહ્નો દેખાતા નથી.

(6:55 PM IST)