તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
અમુક બાબતે જ સમાનતા ન ચાલેઃ પત્ની પણ ઘરખર્ચમાં અડધો ભાગ આપે
ભરણપોષણની રકમ અડધી કરતી વખતે હાઈકોર્ટનું નિરીક્ષણ : કમાણી કરતી પત્નીએ વિશેષ લાઈફસ્ટાઈલ જાળવવા ઘરખર્ચ તથા સંતાનના શિક્ષણખર્ચમાં મદદ કરવી જોઈએ

મુંબઈ,તા.૨૯: પોતાની મરજી પડે તે રીતે સમાનતાનો દાવો કરી નહીં. પતિ-પત્ની બંને કમાતાં હોય તો એક લાઈફસ્ટાઈલ જાળવવા માટે પતિ-પત્નીએ બંનેએ ઘર શકાય ચલાવવામાં તથા બાળકોનાં શિક્ષણના ખર્ચમાં સમાન ફાળો ચોક્કસ આપવો જોઈએ એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે.
હાઈકોર્ટે અલગ રહેતી પત્ની તથા સગીર પુત્ર માટે માસિક ભરણપોષણની રકમ ઘટાડવાની પતિની અરજીને મંજૂર ઠેરવતી વખતે આ નિરીક્ષણ કર્યું હતું. ન્યાયાધીશ એમએમ સાઠેની સિગલ બેન્ચે ગયા અઠવાડિયે આપેલા આદેશમાં, જાન્યુઆરી ૨૦૨૫માં ફેમિલી કોર્ટના મહિને ૫૦ હજાર રુપિયાના ભરમપોષણના આદેશને રદ કરી આ રકમ ઘટાડીને પચ્ચીસ હજાર કરી હતી.
અદાલતે નોંધ્યું હતું કે પતિ પોતે બિહારમાં રહે છે. તેની પત્ની તથા પુત્ર અંધેરીમાં રહે છે જ્યારે તેનું એક ઘર પનવેલમાં છે અને તે અંધેરી તથા પનવેલ બંને મકાનોનો ઈએમઆઈ ભરી રહ્યો છે. જ્યારે પત્ની ઈએમઆઈ ભરવામાં કોઈ હિસ્સો આપતી નથી.
પતિએ પત્નીને વિનંતી કરી હતી કે કાં તો તે તેની સાથે બિહારમાં રહે અથવા ઓછામાં ઓછું પનવેલના ઘરમાં શિફટ થઈ જાય જેથી તે અંધેરીનું ઘર વેચીને પોતાનો આર્થિક બોજ ઓછો કરી શકે. જોકે, પતીએ ના પાડી હતી. કોર્ટે કહ્યું કે પતિએ કરેલી વિનંતીમાં કશું ખોટું નથી.
જેવા પ્રીમિયમ સ્થળે રહેવાની લક્ઝરીની વૈવાહિક વિવાદમાં, જો પત્રી ઈએમઆઈ ચૂકવ્યા વિના અથવા પોતાના ખિસ્સામાંથી ફાળો આપ્યા વિના અંધેરી અપેક્ષા રાખે છે, તો પહેલાથી જ સંપૂર્ણ ઈએમઆઈ ચૂકવી રહેલા પતિ પણ ભરણપોષણની રકમમાં આ કારણોસર ઘટાડો કરે તે અપેક્ષિત છે એમ અદાલતે કહ્યું હતું. જ્યારે પતિ-પત્ની બંને કમાતા હોય અને ઇચ્છતા હોય કે તેમના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે, ત્યારે બંને સમાન રીતે તેનો ખર્ચ વેઠે તે અપેક્ષિત છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
