News of Tuesday, 28th July 2026
જૂન મહિનામાં ઇક્વિટી મ્યુ. ફંડની એસેટ્સ ૭,૨૬૭ કરોડ વધી
ગુજરાતમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રીતે પાછો ફરતો દેખાઇ રહ્યો છે : વર્તમાન રોકાણકારો તેમની SIP માં યોગદાન વધારી રહ્યા છે, જે લાંબા ગાળાના રોકાણ પ્રત્યેનો નવો વિશ્વાસ દર્શાવે છે

અમદાવાદ,તા.૨૮: ગુજરાતમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રીતે પાછો ફરતો દેખાઇ રહ્યો છે. શેરબજારમાં મહિનાઓની અનિヘતિતા બાદ, રાજ્યના રોકાણકારો દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું મૂલ્ય જૂનમાં રૂ.૭,૨૬૭.૫૪ કરોડ વધ્યું છે, જેનાથી કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને રેકોર્ડ રૂ.૩,૮૭, ૩૦૯.૭૩ કરોડ થઈ ગયું છે. જે દર્શાવે છે કે બજારમાં મંદી દરમિયાન પોતાના રોકાણ પર બ્રેક લગાવનાર ઘણા રોકાણકારો ધીમે-ધીમે પાછા ફરી રહ્યા છે.
તાજેતરના ઉદ્યોગ ડેટા અનુસાર, ગુજરાતનું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું AUM (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) મે મહિનામાં રૂ.૩,૮૦,૦૪૨.૧૯ કરોડથી વધીને જૂનમાં રૂ.૩,૮૭,૩૦૯.૭૩ કરોડ થઈ ગયું છે, જે માસિક ધોરણે ૧.૯૧% નો વધારો દર્શાવે છે.
અગાઉના બે મહિનામાં પણ મજબૂત નફા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. એપ્રિલમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિમાં રૂ.૧૪,૨૦૮.૬૫ કરોડ અને મે મહિનામાં રૂ.૧૪,૨૫૦.૭૫ કરોડનો વધારો થયો હતો.
આ વર્ષની શરૂઆતમાં, શેરબજારમાં અસ્થિરતાને કારણે માર્ચ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિમાં રૂ.૧૯,૪૮૦. ૮૭ કરોડનો તીવ્ર ઘટાડો થયો હતો. જો કે, ત્યારથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સતત સુધારો થયો છે.
ગુજરાતની ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સમાં છેલ્લા એક વર્ષમાં ૧૫.૨% નો વધારો થયો છે, જે જૂન ૨૦૨૫ માં આશરે રૂ.૩.૩૬ લાખ કરોડથી વધીને જૂન ૨૦૨૬ માં રૂ.૩.૮૭ લાખ કરોડ થઈ ગઈ છે.
આ દર્શાવે છે કે બજારના ઉતાર-ચઢાવછતાં, રોકાણકારોએ લાંબા ગાળે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસેટ્સ નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે.
નાણાકીય સલાહકારોનું કહેવું છે કે માર્ચમાં બજારના કરેક્શન (સુધારા) દરમિયાન રોકાણ અટકાવી દેનારા ઘણા રોકાણકારો હવે ફરીથી રોકાણની તકો શોધી રહ્યા છે.
નિષ્ણાતો માને છે કે જે લોકો ઘણા વર્ષોથી રોકાણ કરી રહ્યા છે તેઓ સમજે છે કે બજારમાં આવતો ઘટાડો એ રોકાણનો એક સામાન્ય ભાગ છે. ઘટતા બજારથી દૂર રહેવાને બદલે, ઘણા લોકો હવે તેને વધુ સારી કિમતે રોકાણ કરવાની અને તેમના પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવાની તક તરીકે જુએ છે.
વર્તમાન રોકાણકારો તેમની લ્ત્ભ્ માં યોગદાન વધારી રહ્યા છે, જે લાંબા ગાળાના રોકાણ પ્રત્યેનો નવો વિશ્વાસ દર્શાવે છે.
વેલ્થ એડવાઇઝર્સ એ વાત પર પણ ભાર મૂકે છે કે રોકાણકારો હવે માત્ર પરંપરાગત ઇક્વિટી ફંડ્સ પૂરતા મર્યાદિત નથી રહ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રસ વધી રહ્યો છે, કારણ કે રોકાણકારો એવા ક્ષેત્રો શોધી રહ્યા છે જે ભારતની લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિથી લાભ મેળવી શકે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ એક વધુ સમજદાર અભિગમ દર્શાવે છે, જ્યાં રોકાણકારો માત્ર ટૂંકા ગાળાના બજારના ઉતાર-ચડાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ભવિષ્યની સંભાવનાઓ ધરાવતા ક્ષેત્રો પર વધુ ધ્યાન આપી રહ્યા છે
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
