<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગુડ્‍સ ખરીદનારની ડિલીવરીનો લોકેશન નંબર ન દર્શાવે તો ઈ-વે બિલમાં ભૂલ આવશે

ઈ-વે બિલ માટેના નવા નિયમો જાહેર : ડિલીવરી કર્યા વિના માત્ર બિલ બનાવીને વેપાર કર્યાનું દર્શાવનારાઓ પર નિયંત્રણ આવવાની સંભાવના વધી

નવી દિલ્‍હી,તા.૨૬ફ ઈ-વે બિલ ઈશ્‍યૂ કરવાની પ્રક્રિયા કરનારે ગુડ્‍સની ફાઈનલ ડિલીવરીના લોકેશનનો ચોકસાઈપૂર્ણ અંદાજ મળી રહે તે માટે હવે શિપ ટુ જીએસટીઆઈને નંબર નાખવો ફરજિયાત કરવામાં આવ્‍યો છે. જીએસટીઆઈએન એ એક પંદર આંકડાનો નંબર છે. તેનાથી માલની ડિલીવરી મેળવનારનું એક્‍ઝેટ લોકેશન મળી જાય છે.

અત્‍યાર સુધી ઈ-વે બિલમાં માત્ર બિલમાં એડ્રેસ નાખી દેવામાં આવતું હતું. હવે આ પ્રકારના ઈ-વે બિલ ઇશ્‍યૂ જ થશે નહિ. પરિણામે બોગસ બિલિગ પર નિયંત્રણ આવશે. માત્ર બિલ બનાવીને ડિલીવરી આપ્‍યાનું બતાવી દેનાર માટે હવે બોગસ બિલ બનાવવા કઠિન બનશે. માલ રિસીવ કરનારનું એક્‍ઝેટ એડ્રેસ ઇન્‍ડિકેટ કરતો જીએસટી આઈએન નંબર તેમની પ્રવૃત્તિ પર બ્રેક લગાવશે.

ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના જાણકારોનું કહેવું છે કે મેન્‍યુફેક્‍ચરિગ યુનિટમાંથી નીકળેલા માલની આખરી ડિલીવરી ક્‍યાં થઈ તેનું પગેરું આ સિસ્‍ટમથીટ્ટ મળી શકશે. આ સ્‍થિતિમાં ઈ-વે બિલ જનરેટ કરતી વખતે પંદર આંકડાંનો જીએસટીઆઈએન નંબર સાચો ન દર્શાવનારનું ઈ-વે બિલ ભૂલભરેલું આવશે. તેને આધારે ભવિષ્‍યમાં કોમ્‍પ્‍લાયન્‍સ કરવું અઘરું બની જશે.

આ સાથે જ ઈ-વે બિલ ક્‍લોઝ કરવાની વ્‍યવસ્‍થા પણ સપ્‍લાયરને માથે નાખવામાં આવી છે. ઈ-વે બિલ ક્‍લોઝ કરવા માટે ડિલીવરી કર્યા પછીના એક દિવસ પૂરો થાય ત્‍યાં સુધીનો સમય આપવામાં આવ્‍યો છે. આમ ડિલીવરી થયા બાદ ઈ-વે બિલ ક્‍લોઝ થઈ જાય એટલે તેણે ડિલીવરી આપી દીધી હોવાનું અને તેણે ઈ-વે બિલમાં દર્શાવેલી વ્‍યક્‍તિને જ ડિલીવરી આપી હોવાનું પ્રસ્‍થાપિત થશે. તેમાં ચૂક હશે તો ભવિષ્‍યમાં તે સપ્‍લાયરની હાલત કફોડી થશે. જોકે જીએસટીના નિષ્‍ણાતો કહે છે કે ટ્ટ મુંબઈમાં સપ્‍લાય આપીને ટ્રક ડ્રાઈવર પૂણે પહોંચી ગયા પછી ઈ-વે બિલ ક્‍લોઝ કરશે તો મુંબઈમાં ઈ-વે બિલ ક્‍લોઝ કેમ ન કર્યું તેનો વિવાદ થઈ શકે છે.

જૂની વ્‍યવસ્‍થા હેઠળ ઈ વે બિલને આધારે મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટમાંથી  નીકળેલો માલ ક્‍યા મોકલવામાં આવ્‍યો છે તેનો અંદાજ મળતો હતો. પરંતુ ઈ-વે બિલને ક્‍લોઝ કરવાની વ્‍યવસ્‍થાને કારણે માલ તે જ વ્‍યક્‍તિને પહોંચી ગયો હોવાનું પ્રસ્‍થાપિત કરશે. તેની નોંધ જીએસટીના પોર્ટલ પર પણ થશે. પરિણામે ભવિષ્‍યમાં બિલનું મેળવણું કરવું સરળ બની જશે.

(10:25 AM IST)