<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

એસ્‍સાર ઓઈલ એન્‍ડ ગેસે ત્રણ રાજ્‍યોમાં પાંચ નવા બ્‍લોક્‍સ સાથે પોતાના CBM ક્ષેત્રનો વિસ્‍તાર કર્યો

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની ઉપસ્‍થિતિમાં એનાયત થયેલા બ્‍લોક્‍સના કરારો પર હસ્‍તાક્ષરઃ પヘમિ બંગાળ, મધ્‍યપ્રદેશ અને તેલંગાણામાં અંદાજે ૧,૨૮૧ ચોરસ કિમીનું નવું ક્ષેત્રફળ ઉમેરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.૧૬, ભારતના અગ્રણી કોલ બેડ મિથેન (CBM) ઉત્‍પાદકોમાંના એક એવા એસ્‍સાર ઓઈલ એન્‍ડ ગેસ લિમિટેડ (અગાઉ એસ્‍સાર ઓઈલ એન્‍ડ ગેસ એક્‍સપ્‍લોરેશન એન્‍ડ પ્રોડક્‍શન લિમિટેડ અથવા EOGEPL) ને ભારત સરકારના સ્‍પેશિયલ CBM (SCBM) બિડ રાઉન્‍ડ્‍સ ૨૦૨૫ અને ૨૦૨૬ દ્વારા પાંચ નવા CBM બ્‍લોક્‍સ એનાયત કરવામાં આવ્‍યા છે. આ બ્‍લોક્‍સ પヘમિ બંગાળ, મધ્‍યપ્રદેશ અને તેલંગાણામાં અંદાજે ૧,૨૮૧ ચોરસ કિમીનું નવું ક્ષેત્રફળ ઉમેરે છે, જેમાં અંદાજિત ૬.૬ TCF ગેસ-ઇન-પ્‍લેસ સંસાધનો રહેલા છે.

SCBM-૨૦૨૫ અને SCBM-૨૦૨૬ બિડ રાઉન્‍ડ્‍સ માટેના કરારો પર ૧૫ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીની અધ્‍યક્ષતામાં યોજાયેલા એક સમારોહમાં ઔપચારિક રીતે હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા. આ હસ્‍તાક્ષર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) અને ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્‍સ (DGH) દ્વારા ભારતના બિનપરંપરાગત (unconventional) હાઇડ્રોકાર્બનની ક્ષમતાઓને વિકસાવવા, રોકાણ આકર્ષવા તેમજ સ્‍થાનિક સંશોધન અને ઉત્‍પાદનને મજબૂત બનાવવાના સરકારના પ્રયાસોમાં એક મહત્‍વપૂર્ણ પગલું દર્શાવે છે.

એસ્‍સાર ઓઈલ એન્‍ડ ગેસ લિમિટેડના સીઈઓ પંકજ કાલરાએ જણાવ્‍યું હતું કે, ‘‘આ પાંચ CBM બ્‍લોક્‍સનું એનાયત થવું એ એસ્‍સાર ઓઈલ એન્‍ડ ગેસની વિકાસ યાત્રામાં એક નોંધપાત્ર સીમારૂપ છે અને તે ભારતના વિશાળ બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન સંસાધનોને બહાર લાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રાણીગંજ ખાતેના અમારા દ્વારા સ્‍થાપિત અનુભવના આધારે, અમે આ સંસાધનોના વિકાસને ઝડપી બનાવવા માટે અમારી તકનીકી કુશળતા, ઓપરેશનલ ક્ષમતાઓ અને સ્‍થાપિત ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો લાભ લેવાની નોંધપાત્ર તકો જોઈએ છીએ. ''

(1:10 PM IST)