તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
આઝાદીના ૭૯ વર્ષ પછી પણ રાજા-મહારાજાઓ જેવું શાહી જીવન જીવે છે ભારતના આ ૧૦ ધનિક રાજવી પરિવારો: જાણો કોની પાસે છે ૨૨ હજાર કરોડથી વધુની અઢળક સંપત્તિ
રાજાશાહીના અંત અને ઐતિહાસિક બંધારણીય સુધારા છતાં હેરિટેજ હોટેલ્સ, પ્રવાસન અને રિયલ એસ્ટેટના જોરે અબજોની કમાણી કરી રહ્યા છે દેશના ટોચના રાજઘરાનાઓ

નવી દિલ્હી : ભારતે વર્ષ ૧૯૪૭માં બ્રિટિશ શાસનથી આઝાદી મેળવ્યા બાદ દેશમાં રાજાશાહી પરંપરાનો સત્તાવાર અંત આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૭૧માં ભારતીય બંધારણમાં ૨૬મો સુધારો કરીને રાજવી પરિવારો પાસેથી તેમના વિશેષ અધિકારો અને ભથ્થાં પર રોક લગાવવામાં આવી હતી. જો કે, સમય બદલાયા છતાં આઝાદીના ૭૯ વર્ષ બાદ પણ ભારતના કેટલાક રાજઘરાનાઓ પોતાના પૂર્વજોની વિરાસત અને અબજો રૂપિયાની સંપત્તિના જોરે આજે પણ એટલી જ શાન અને વૈભવ સાથે શાહી જિંદગી જીવી રહ્યા છે. આ રાજવી પરિવારો તેમની અઢળક સંપત્તિ અને બિઝનેસના માધ્યમથી દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સીધી સ્પર્ધા કરે છે.
ઉપલબ્ધ આંકડાઓ અને અહેવાલો મુજબ, ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક રાજવી પરિવારોની યાદીમાં જોધપુરનો શાહી પરિવાર મોખરે છે, જેની કુલ સંપત્તિ આશરે ₹૨૨,૦00 કરોડથી વધુ હોવાનું મનાય છે. રાઠોડ વંશના મહારાજા ગજસિંહ દ્વિતીયના નેતૃત્વ હેઠળનો આ પરિવાર હોસ્પિટાલિટી અને હેરિટેજ હોટેલ્સના માધ્યમથી માતબર આવક મેળવે છે. આ યાદીમાં બીજા ક્રમે જયપુરનો શાહી પરિવાર અને બરોડાના ગાયકવાડ પરિવાર આવે છે, જે બંને આશરે ₹૨૦,૦,૦૦ કરોડની સંપત્તિ ધરાવે છે અને તેમનો મુખ્ય સ્ત્રોત હોટેલ, પ્રવાસન તેમજ રિયલ એસ્ટેટ છે.
અન્ય પ્રમુખ રાજવી પરિવારો અને તેમની સંપત્તિની યાદી:
- મેવાડનો શાહી પરિવાર: આશરે ₹૧૦,૦૦૦ કરોડની સંપત્તિ સાથે પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે સક્રિય છે.
- વડિયાર રાજવંશ (માૈસૂર): આશરે ₹૧૦,૦૦૦ કરોડની નેટવર્થ ધરાવતા આ પરિવારની આવક પ્રવાસન અને રેશમના વેપારમાંથી થાય છે.
- અલસીસરનો શાહી પરિવાર: અંદાજે ₹૩,૦૦૦ કરોડની સંપત્તિ સાથે હોટેલ અને ઇવેન્ટ્સના વ્યવસાય સાથે જોડાયેલા છે.
- બોર્બનનો શાહી પરિવાર: આશરે ₹૧,૯૦૦ કરોડની પ્રોપર્ટી રેન્ટલ અને હેરિટેજ આવક ધરાવે છે.
- જામનગરનો શાહી પરિવાર: આશરે ₹૧,૪૫૦ કરોડની સંપત્તિ, આભૂષણો અને રિયલ એસ્ટેટના માલિક છે.
- પટૌડીના નવાબ: ફિલ્મી દુનિયા, મહેલો અને હોસ્પિટાલિટીના માધ્યમથી અંદાજે ₹૮૦૦ કરોડની સંપત્તિ ધરાવે છે.
- ભોંસલે રાજવંશ: અંદાજે ₹૫૦૦ કરોડની જમીન-જાયદાદ અને રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે.
આજે આ રાજવી પરિવારો માત્ર ભૂતકાળના ઇતિહાસ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ પોતાની અસ્કાયતોને આધુનિક વ્યવસાયો, હેરિટેજ હોટેલ્સ અને ટુરિઝમમાં પરિવર્તિત કરીને આધુનિક યુગમાં પણ પોતાની શાહી ઓળખ અને વૈભવને સફળતાપૂર્વક જાળવી રાખવામાં સક્ષમ બન્યા છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
