તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
અમેરિકા ૧૦૦% ટેરિફ લાદે તો પણ ભારતને નહીં પડે ફરક!
ભારતે આ સિવાય ૧૫ નવા બજારો શોધી લીધા છે...અર્થશાષાીએ બતાવ્યા નવા રસ્તા : અમેરિકા ૧૦૦% ટેરિફ લાદે તો પણ ભારત પાસે છે મોટો પ્લાન

અમેરિકાએ ૧૦૦% ટેરિફવાળું બિલ પસાર કર્યું તો ભારતમાં ચર્ચા શરૂ થઈ ગઈ. ટેરિફનો ડર સતાવવા લાગ્યો, પરંતુ અર્થશાષી એસપી શર્માનું માનવું છે કે અમેરિકા ભારત પર ૧૦૦્રુ ટેરિફ લાદે તો પણ ભારત પાસે ૧૫ અન્ય રસ્તા છે. આવા ૧૫ અન્ય બજારો છે, જ્યાં ભારત પોતાના એવા ઉત્પાદનો મોકલી શકે છે, જે અત્યાર સુધી અમેરિકામાં નિકાસ કરતું હતું. ભારત આ બજારોમાંથી ૨૦૦ અબજ ડોલર કમાઈ શકે છે.
ANI સાથેની વાતચીતમાં એસપી શર્માએ કહ્યું કે ભારત પાસે નિકાસના ઘણા અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે અને તે અમેરિકાના બજાર પર ખૂબ વધારે નિર્ભર નથી. જોકે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપારી અને આર્થિક સંબંધો છે. તેમણે કહ્યું, ‘‘અમારી પાસે ૧૫ એવા બજારો છે, જ્યાં અમે એ જ ઉત્પાદનોની નિકાસ કરી શકીએ છીએ, જે હાલમાં અમેરિકાને મોકલી રહ્યા છીએ. જો અમેરિકામાં આપણી વસ્તુઓની નિકાસ લગભગ ૮૭-૮૮ અબજ ડોલરની છે, તો આ જ ઉત્પાદનો માટે ૧૫ અન્ય દેશોમાં લગભગ ૨૦૦ અબજ ડોલરનું મોટું બજાર ઉપલબ્ધ છે.''
એસપી શર્માએ નેધરલેન્ડ, ફ્રાન્સ, બ્રિટન, લેટિન અમેરિકાના દેશો, સાઉદી અરેબિયા, UAE અને નેપાળ જેવા બજારોનો ઉલ્લેખ કર્યો, જ્યાં ભારતીય નિકાસકારો પોતાના વેપારનો વિસ્તાર કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, ભારત પાસે અમેરિકા સિવાય પણ એવા ઘણા બજારો છે, જ્યાં ભારતીય ઉત્પાદનોની માગ વધી રહી છે.
તેમણે જણાવ્યું કે, ૨૦૨૫-૨૬માં ભારતની અમેરિકામાં નિકાસ ૮૭.૩ અબજ ડોલર રહી, જે ૨૦૨૪-૨૫ના ૮૬.૫ અબજ ડોલર કરતાં વધુ છે. ટેરિફને લઈને અનિヘતિતા અને વૈશ્વિક સ્તરે અનેક પડકારો છતાં ભારતીય નિકાસકારોએ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે. શર્માએ કહ્યું કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની સારી માગ છે અને ભારત સ્પર્ધાત્મક ભાવે શ્રમ આધારિત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
શર્માએ કહ્યું કે કેટલાક અન્ય બજારોમાં ભારતની નિકાસ અમેરિકાની સરખામણીમાં ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું, ‘‘જો અમેરિકા સાથે આપણી નિકાસ ૧૦-૧૫%ના દરે વધી રહી છે, તો અન્ય બજારો સાથે નિકાસ વૃદ્ધિ દર ૨૦-૨૫્રુની વચ્ચે છે.'' તેમનું માનવું છે કે ભારત પાસે વિકલ્પો ઉપલબ્ધ છે અને તે અમેરિકાની અર્થવ્યવસ્થા પર ખૂબ વધારે નિર્ભર નથી.
શર્માએ એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો ખૂબ મજબૂત છે અને બંને દેશ દ્વિપક્ષીય વેપાર કરારને લઈને વાતચીત કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, બંને દેશો માટે વેપાર વધારવો વધુ ફાયદાકારક રહેશે. બીજી તરફ, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાનું પગલું અમેરિકા અને ભારત બંને માટે નુકસાનકારક બની શકે છે.
તેમના જણાવ્યા અનુસાર, આટલા વધારે ટેરિફની અસર આખરે અમેરિકન ગ્રાહકોના ખિસ્સા પર પણ પડશે, કારણ કે ભારતીય કંપનીઓ ઓછા ખર્ચે માલ ઉપલબ્ધ કરાવતી મહત્વપૂર્ણ સપ્લાયર છે. ટેરિફ વધવાથી અમેરિકાના બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થઈ શકે છે અને ત્યાં મોંઘવારીનું દબાણ વધી શકે છે. તેમણે કહ્યું, ‘‘વેપાર હંમેશા લોકોના કલ્યાણ માટે હોવો જોઈએ, વેપાર પરસ્પર ટકરાવ માટે નહીં.'' તેમના જણાવ્યા અનુસાર, વધારાનો ટેરિફ લાદવાને બદલે ભારત અને અમેરિકા વચ્ચે સતત વેપારી વાતચીત બંને અર્થવ્યવસ્થાઓ માટે વધુ ફાયદાકારક રહેશે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
