News of Monday, 16th November 2026
દિલ્હીના સોનિયા વિહારમાં સાંજે ફાયરિંગ: બાઇક સવાર બે શખ્સોએ ગોળીબાર કરતા સ્કૂટી પર જતા યુવકનું મોત
બે જૂના સાથીદારો વચ્ચેની અંગત અદાવતના કારણે ગોળીબાર:ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને શૂટરની ઓળખ કરી:આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી

નવી દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 5:30 વાગ્યે સોનિયા વિહારના ઝીરો પુસ્તા સ્થિત કૂડા ખટ્ટા પાસે સ્કૂટી પર જઈ રહેલા સમીર નામના યુવક પર બાઇક પર પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
સમીર તેના મિત્ર રિઝવાનની સ્કૂટી પર પાછળ બેસીને જઈ રહ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સમીરને રિઝવાન તાત્કાલિક સિવિલ લાઇન્સ સ્થિત ટ્રોમા સેન્ટર લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા.
પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાને કોઈપણ રાજકીય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ બે જૂના સાથીદારો વચ્ચેની અંગત અદાવતનું પરિણામ છે. ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને શૂટરની ઓળખ કરી લેવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
