<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મંદિરને અર્પણ થયેલી દરેક સંપત્તિ ભગવાન અને ભક્‍તો માટે છેઃ સુપ્રીમ

હંગામી ટ્રસ્‍ટી પાસેથી સરકાર મંદિરની સંપત્તિને ભેટ સ્‍વરૂપે લઈ શકે નહીં : તમિલનાડુમાં મંદિરની જમીન રાજ્‍ય સરકારને ભેટ આપવાના ટ્રસ્‍ટીના નિર્ણયને સુપ્રીમકોર્ટે અયોગ્‍ય ઠરાવ્‍યો

નવી દિલ્‍હી,તા.૧૭: મંદિરને અર્પણ કરાયેલી સંપત્તિને ભેટ સ્‍વરૂપે સ્‍વીકારી લેવાના સરકારના અધિકારને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. જાસ્‍ટિસ પી એસ નરસિમ્‍હા અને જાસ્‍ટિસ આલોક અરાધેની બેન્‍ચે ઠરાવ્‍યું હતું કે, હંગામી ટ્રસ્‍ટી પાસેથી સરકાર મંદિરની સંપત્તિ લઈ શકે નહીં. તમિલનાડુના મંદિરની જમીન રાજ્‍ય સરકારને ભેટમાં આપવાના ટ્રસ્‍ટીના નિર્ણયને રદ ઠેરવતા કોર્ટે નોંધ્‍યું હતું કે, મંદિરને અર્પણ થયેલી દરેક સંપત્તિ ભગવાન-ભક્‍તો માટે છે.

જિલ્‍લા ખાતે નાગાપાલયમ મારિમ્‍માન મંદિરની માલિકીની જમીન રાજ્‍ય સરકારને ભેટ તરીકે આપવાથી વિવાદ ઊભો થયો હતો. ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આ મંદિરના હંગામી ટ્રસ્‍ટીએ મંદિરની જમીન સરકારને આપી હતી. ગિફટ ડીડના આધારે તેહસીલદારે સર્ટિફિકેટ ઈશ્‍યૂ કરી એક એકરથી વધુની જમીન તમિલનાડુ સરકારના નામે કરી હતી. તેહસીલદાર અને કલેક્‍ટરે તાલુકા કચેરી બનાવવા આ જમીન સ્‍વીકારી હતી.

હંગામી ટ્રસ્‍ટીએ કરેલા ગિફટ ડીડને અને તેમાં દાવો કરાયો હતો કે, હિન્‍દુ રીલિજિયસ એન્‍ડ ચેરિટેબલ એન્‍ડોમેન્‍ટ એક્‍ટ, ૧૯૫૯ અન્‍વયે તે રદ થવા પાત્ર છે.

સુપ્રીમ કોર્ટે ઠરાવ્‍યું હતું કે, વિવાદી જમીનના કસ્‍ટોડિયન તરીકે કામ કરવાની રાજ્‍ય સરકારની કાનૂની ફરજ છે. તેથી રાજ્‍ય સરકાર આ જમીનને ભેટ તરીકે સ્‍વીકારી શકે નહીં. આમ છતાં સરકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ જમીન પર પોતાનો હક સાબિત કરવા પ્રયાસ કર્યો હતો. તેથી રાજ્‍ય સરકારે રૂ.એક લાખના દંડ સાથે ૮ અઠવાડિયામાં મંદિરને જમીન પરત કરવી જોઈએ. મંદિરમાં સદીઓથી દાન અપાય છે, જેમાં સામાન્‍ય નાગરિકોથી માંડી રાજાઓનો પણ સમાવેશ થાય છે.

(10:06 AM IST)