તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
હોર્મુઝ પર બધું જ નોર્મલઃ જહાજોની અવરજવર પહેલાની માફક ચાલુ
હવે ટ્રમ્પ રાહતનો શ્વાસ લઈ શકે છેઃ ઈરાને હોર્મુઝ પર ઉડી રહેલી અફવાઓનું ખંડન કર્યું

તેહરાન,તા.૨૦: તેલના સૌથી સેન્સિટિવ રસ્તા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર છેલ્લા કેટલાક કલાકોથી જે ભયંકર સસ્પેન્સ અને ડરનો માહોલ બનેલો હતો, પヘમિી મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાને આ રસ્તો ફરી બંધ કરી દીધો છે. હવે ટ્રમ્પ રાહતનો શ્વાસ લઈ શકે છે, કેમ કે ઈરાને સ્પષ્ટતા આપી છે. તેહરાને દુનિયાભરના બજારોને ધરપત અપાવતા કહ્યું કે, હોર્મુઝના રસ્તા પર બધું જ નોર્મલ છે અને જહાજોની અવરજવર પહેલાની માફક ચાલી રહી છે. ખાલી એટલું જ નહીં ઈરાને આ વાતનું પણ આશ્વાસન આપ્યું છે કે તે ખુદ જહાજોની સુરક્ષાની ખાતરી કરી રહ્યું છે.
હકીકતમાં જોઈએ તો, શુક્રવારે સવારથી આંતરરાષ્ટ્રીય મીડિયા અને મેરીટાઈમ ગલિયારામાં આ સમાચાર આગની માફક ફેલાઈ રહ્યા હતા કે ઈરાને કટ્ટરપંથી સેના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે ગુસ્સામાં આવી હોર્મુઝને બ્લોક કરી દીધો છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈઝરાયેલ લેબનાનમાંથી ન હટાવાના કારણે ઈરાન ગુસ્સામાં છે અને તેણે સ્વિટ્ઝરલેન્ડની ન્યૂક્લિયર વાતચીતને લાત મારી દરિયાની ફાટક બંધ કરી દીધી છે. આ ખબર આવતા જ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ તેલની કિમતોમાં ઉછાળો આવવા લાગ્યો હતો અને સૌ કોઈ ડરી ગયા હતા.
મામલો વધારે ચગે, તે પહેલા જ ઈરાનના વિદેશ મંત્રાલયે ખુદ મોર્ચો સંભાળી લીધો. ઈરાનના સરકારી બ્રોડકાસ્ટ પ્રેસ ટીવી સાથે વાત કરતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આ તમામ દાવાઓનું ખંડન કર્યું. તેમણે ખૂબ જ શાંત અંદાજમાં કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાના જે પણ દાવા થઈ રહ્યા છે, તે પાયાવિહોણા છે, ખોટા છે અને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. દરિયાના આ રસ્તા પર કોમર્શિયલ જહાજોની અવરજવર કોઈ પણ રોકટોક વગર સતત ચાલી રહી છે. દુનિયાને કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આ વાત પર ખાસ ભાર આપ્યો કે ઈરાન અને અમેરિકા વચ્ચે ૧૮ જૂનના રોજ સીઝફાયર મેમોરેંડમ સાઈન થયા હતા, તેહરાન તેનું સન્માન કરે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ ઐતિહાસિક કરાર પર બંને દેશોના ડિજિટલ હસ્તાક્ષક હોવાથી તરત બાદ તેહરાને સમગ્ર દરિયાઈ વિસ્તારમાં જહાજોની સુરક્ષિત અવરજવરની ખાતરી કરવા માટે તમામ જરુરી અને કડક પગલા ઉઠાવ્યા છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
