News of Friday, 1st May 2026
પશ્ચિમ બંગાળમાં કાઉન્ટિંગ પહેલા ઈવીએમ પર હોબાળોઃ ટીએમસીનો આરોપઃ સ્ટ્રોંગ રુમના સીલ તોડવામાં આવ્યા
ચૂંટણી પંચે જવાબમાં કહ્યું કે, ક્યાંય સ્ટ્રોંગ રૂમના તાળા તોડવામાં નથી આવ્યા. અફવા ફેલાવવામાં આવી રહી છે

કોલકતા તા.૧: પશ્ચિમ બંગાળમાં કાઉંટિગ પહેલા ઈવીએમ પર હોબાળો થઈ ગયો છે. ટીએમસીનો આરોપ છે કે સ્ટ્રોંગ રુમના સીલ તોડવામાં આવ્યા છે. ઈવીએમ સાથે છેડછાડની કોશિશ કરવામાં આવી છે. ટીએમસીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. ત્યાર બાદ ટીએમસીના નેતા કાઉંટિગ સેન્ટર બહાર ધરણા પર બેસી ગયા હતા. થોડી વારમાં તો મમતા બેનર્જી ખુદ ભવાનીપુરના કાઉંટિગ સેન્ટરે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું. ચૂંટણી પંચ પણ તરત હરકતમાં આવ્યું.
ચૂંટણી પંચે જવાબમાં કહ્યું કે, ક્યાંય સ્ટ્રોંગ રુમના તાળા તોડવામાં નથી આવ્યા. અફવા ફેલાવવામાં આવી રહી છે. મોડી રાત સુધી બંગાળમાં હોબાળો રહ્યો. થોડી વારમાં પヘમિ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનર પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ બાજુ ભાજપના નેતા પણ કાઉંટિગ સેન્ટરે પહોંચી ગયા છે.
ટીએમસીનો આરોપ છે કે ભાજપ અને ચૂંટણી પંચે મિલીભગત કરી નિયમો વિરુદ્ધ, કોઈ પણ પાર્ટી પ્રતિનિધિની હાજરી વિના બેલેટ બોક્સ ખોલ્યા છે.
ટીએમસીએ તેને ધોળા દહાડે લોકતંત્રની હત્યા અને ચૂંટણી પંચના સંરક્ષણમાં કરવામાં આવતા ખુલ્લા ચૂંટણી કૌભાંડ ગણાવ્યા છે.
મમતાની પાર્ટીએ કહ્યું કે, મતદાતા સૂચીમાંથી નામ હટાવ્યા અને ડરાવવા-ધમકાવવાની કોશિશ નિષ્ફળ ગયા બાદ હવે ભાજપ હતાશામાં EVM સાથે છેડછાડ કરી રહી છે.
આ ગંભીર આરોપના વિરોધમાં ડો. શશિ પાંજા અને કુણાલ ઘોષે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ બહાર ધરણા શરુ કરી દીધા છે. કહેવાય છે કે તેમાં મમતા બેનર્જી પણ જોડાયા છે.
ટીએમસીએ કેન્દ્રને દિલ્હીના જમીનદાર ગણાવતા ચેતવણી આપી છે કે બંગાળની જનતા પોતાના જનાદેશની ચોરી ચૂપચાપ સહન નહીં કરે.
જે કાઉંટિગ સેન્ટર પર મમતા હાજર છે. ત્યાં સેન્ટ્રલ ફોર્સની તૈનાતી છે. આ બાજુ ટીએમસી કાર્યકર્તા કાઉંટિગ સેન્ટર બહાર હોબાળો કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તા પણ ત્યાં હાજર છે. બંને આમને-સામને આવી ગયા છે. હોબાળો વધી રહ્યો છે. સ્થિતિ જોઈ કોલકાતાના જોઈન્ટ સીપી પણ ભારે ફોર્સ સાથે ત્યાં પહોંચી ગયા છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
