<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

પૂર્વ પત્‍નીને મૃત પતિની સંપત્તિમાંથી ભરણપોષણ મળે, વધારો નહીં

ભરણપોષણનો આદેશ વારસદારો માટે પણ બંધનકર્તાઃ હાઈકોર્ટ : પતિના મૃત્‍યુ બાદ ભરણપોષણમાં વધારો મંજૂર કરીએ તો આવી અરજીઓનો ઢગલો થશેઃ કોર્ટ

મુંબઈ,તા.૧૮: બોમ્‍બે હાઈકોર્ટે જણાવ્‍યું છે કે ભૂતપૂર્વ પત્‍ની તેના મૃત પતિની સંપત્તિમાંથી ભરણપોષણની બાકી રહેલી રકમ વસૂલ કરી શકે છે, પરંતુ રકમમાં વધારો કરવાની માંગ કરી શકતી નથી કારણ કે તેને મંજૂરી આપવાથી આવી અરજીઓના ઢગલા થઈ શકે છે.

ભરણપોષણમાં વાજબી વધારો નક્કી કરવા માટે કોર્ટે પત્‍નીની જરૂરિયાતો અને નેતન્‍યાહુને જણાવ્‍યું છે કે જો હું ન હોત તો તું જેલમાં હોત. નેતન્‍યાહુ તેમના કાર્યકાળમાં ચાર અમેરિકન પ્રમુખો સાથે કામ કરી ચૂક્‍યા છે, પરંતુ બધાને નેતન્‍યાહુના વલણથી તકલીફ હતી, પરંતુ તેમની જાહેરમાં આવી ટીકા કોઈએ કરી નથી. ટ્રમ્‍પની આ પ્રકારની ટીકાથી ડેમોક્રેટ્‍સને આંચકો લાગ્‍યો છે. તેઓએ જણાવ્‍યું હતું કે તેઓ અમેરિકામાં રહીને ઇઝરાયેલની કાળજી લેતા યહૂદીઓનું આ રીતે અપમાન કરી રહ્યા છે. જ્‍યારે રિપબ્‍લિકનના સમર્થક યહૂદીઓનું કહેવું છે કે ટ્રમ્‍પે જેટલો સમર્થન ઈઝરાયેલનું કોઈએ કર્યુ નથી. આ ફક્‍ત તેમનો આક્રોશ છે. ઇઝરાયેલ અંગેના તેમના વલણમાં કોઈ ફેર પડ્‍યો નથી.

પતિની વાસ્‍તવિક ક્ષમતા વચ્‍ચે સંતુલન રાખવું જોઈએ અને જ્‍યારે પતિ મૃત્‍યુ પામે છે, ત્‍યારે ન્‍યાયિક સમીકરણનું આ મહત્‍વપૂર્ણ પાસું ખૂટે છે, એમ ન્‍યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્‍ચે મે મહિનામાં આપેલા ચુકાદામાં જણાવ્‍યું હતું. નરેન ગોરેગાંવકરની વિધવા ૬૨ વર્ષીય વર્ષા દ્વારા ફેમિલી કોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી બેન્‍ચ કરી રહી હતી.અરજી મુજબ, આ દંપતીએ જાન્‍યુઆરી ૧૯૭૪માં લગ્ન કર્યા હતા પરંતુ ૧૯૭૭માં કોઈ સંતાન ન હોવાથી તેઓ અલગ થઈ ગયા હતા. નરેને ૧૯૮૦માં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. અરજી મંજૂર કરવામાં આવી હતી અને વર્ષાને દર મહિને ૬,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો. માર્ચ ૨૦૧૨ માં નરેનના મૃત્‍યુ પછી, વર્ષાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની બાકી રકમની વસૂલાત માટે અરજી કરી અને વધતા જતા ખર્ચ અને તબીબી ખર્ચને પહોંચી વળવા માટે રકમમાં વધારો કરવાની પણ માંગ કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૩માં ફેમિલી કોર્ટે તેણીને નરૈનની મિલકતમાંથી બાકી રકમ વસૂલવાની મંજૂરી આપી, પરંતુ ભરણપોષણ વધારવાની તેની અરજીને નકારી કાઢી તેથી તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

 

(10:27 AM IST)