તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
સાઉથમાં મોટો ઉલટફેરનાં થવાના એંધાણઃ એક્ટર વિજય બહુમતીથી સરકાર બનાવે તેવા દાવાઃ રાજકારણમાં ડેબ્યૂ ફળશે?
એક્સિસ માઈ ઈંડિયાના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા નહીં પણ હેરાન કરનારા : તમિલનાડૂની ૨૩૪ વિધાનસભા સીટો માટે જે અનુમાન આવ્યા છે, તે ઈશારો કરી રહ્યા છે કે એક્ટર વિજયનો વિજય રથ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે વિજયે પોતાની રેલીમાં બહુ ભારે ભરખમ રાજનીતિક શબ્દોની જગ્યાએ સામાન્ય જનતાની પાયાની સમસ્યા પર વાત કરી, જે સીધી લોકોના દિલમાં ઉતરી ગઈ

નવી દિલ્હી તા.૩૦: એક્ઝિટ પોલના આંકડા તમે પણ જોયા હશે, અમુક ચોંકાવી રહ્યા છે તો અમુક એ જ કહી રહ્યા છે, જેની સંભાવના હતી, પણ સૌથી મોટો ખેલ સાઉથમાં થઈ ગયો છે. એક નવીસવી આવેલી પાર્ટી જે હાલ માંડ મહિના પહેલા બની હતી, તે સરકાર બનાવતી દેખાઈ રહી છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડૂની. જો તમે વિચારી રહ્યા હોવ કે તમિલનાડૂના રાજકારણમાં ખાલી ડીએમકે અને એઆઈએડીએમકેની આજુબાજુમાં જ ફરે છે, તો થોભો. એક્સિસ માઈ ઈંડિયાના એક્ઝિટ પોલે એક એવું ટ્વિસ્ટ આપ્યું છે, જેની કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે. તમિલનાડૂમાં સુપરસ્ટાર વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્રી કઝગમે એવું કરી બતાવ્યું છે, જે એક સમયે દિલ્હીમાં અરવિદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું હતું. ખાલી થોડા મહિના પહેલા બનેલી આ પાર્ટી સીધી સત્તામાં આવતી દેખાઈ રહી છે.
એક્સિસ માઈ ઈંડિયાના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા નહીં પણ હેરાન કરનારા છે. તમિલનાડૂની ૨૩૪ વિધાનસભા સીટો માટે જે અનુમાન આવ્યા છે, તે ઈશારો કરી રહ્યા છે કે એક્ટર વિજયનો વિજય રથ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. સત્તાધારી ઝપ્ધ્ૅ ગઠબંધનને જ્યાં ૩૫ ટકા વોટ શેર મળવાનું અનુમાન છે, તો વળી વિજયની વ્સ્ધ્ને પણ ઠીક ૩૫ ટકા વોટ શેર મળતા દેખાઈ રહ્યા છે. આ કોઈ ચમત્કારથી કમ નથી કે એક નવી પાર્ટી જે દાયકા જૂની સ્થાપિત સત્તાની બરાબર વોટ બેન્ક પ્રાપ્ત કરી લીધી છે.
સીટોની બાબતમાં TVK બાજી મારતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ અનુસાર,TVK ને ૯૮થી ૧૨૦ સીટો મળી શકે છે. જ્યારે સત્તાધારી DMKૅ ગઠબંધન ૯૨થી ૧૧૦ સીટો પર સમેટાતી દેખાઈ રહી છે. બહુમત માટે અહીં ૧૧૮ સીટોની જરૂર છે અને TVK આ જાદુઈ આંકડાને ટચ અથવા ખૂબ જ નજીક પહોંચતી દેખાઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામી અને ભાજપના ગઠબંધન AIADMKૅ ને ખાલી ૨૩ ટકા વોટ શેર અને ૨૨-૩૨ સીટો મળવાનું અનુમાન છે.
તમિલનાડૂના રાજકારણમાં હંમેશાથી ફિલ્મી સ્ટાર અને તેના ચમત્કારી જાદુની આસપાસ રહ્યું છે, પછી તે એમજીઆર હોય, જયલલિતા હોય કે કરુણાનિધિ. વિજયે આ વારસાને આગળ વધાર્યો છે. પણ એક અલગ અંદાજમાં. કેજરીવાલની માફક વિજયે પણ ભ્રષ્ટાચાર અને બદલાવની વાત કરી. યુવાનો વચ્ચે તેની દીવાનગીએ ટીવીકેને એ પુશ આપ્યું છે, જે કોઈ પણ નવી પાર્ટી માટે અસંભવ માનવામાં આવે છે.
એન્ટી ઈંકમ્બેન્સીનો સીધો ફાયદો વિપક્ષી ગઠબંધન એઆઈઓએડીએમકેને મળવાની જગ્યા વિજયની પાર્ટી તરફ શિફટ થઈ જશે. જનતાએ એક ત્રીજા વિકલ્પનો ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો છે. વિજયે પોતાની રેલીમાં બહુ ભારે ભરખમ રાજનીતિક શબ્દોની જગ્યાએ સામાન્ય જનતાની પાયાની સમસ્યા પર વાત કરી, જે સીધી લોકોના દિલમાં ઉતરી ગઈ.
વર્ષ ૨૦૧૩માં જ્યારે અરવિદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી લડી હતી, ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે તે શિલા દીક્ષિત જેવા કદ્દાવર નેતાને સત્તામાંથી બહાર કરી દેશે. આજે તમિલનાડૂમાં વિજય આ જ ઈતિહાસ રિપીટ કરતા દેખાય છે. એક્સિસ માઈ ઈન્ડિયાના પોલ કહે છે કે ટીવીકે ન ફક્ત મોટી પાર્ટી બની શકે છે. પણ તે સરકાર બનાવવા માટે પ્રબળ દાવેદાર પણ છે. સૌથી મોટી વાત એ છે કે ટીવીકેએ ૨૩૩ સીટ પર ચૂંટણી લડી હતી. જે તેમની ગંભીરતાને દર્શાવે છે. જો એક્ઝિટ પોલ મુજબ ૧૨૦ સીટ સુધી વિજય પહોંચે છે તો તે પોતાના દમ પર પૂર્ણ બહુમતની સરકાર બનાવી લેશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
