<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાકો: Meta એ ભારતમાં લોન્ચ કર્યું બહુપ્રતિક્ષિત 'Meta One' સબ્સ્ક્રિપ્શન બંડલ, હવે એક જ છત નીચે મળશે FB, Insta, WhatsApp અને AI ની ખાસ સુવિધાઓ!

વપરાશકર્તાઓથી લઈને ક્રિએટર્સ અને બિઝનેસ હાઉસીસ માટે દર મહિને માત્ર રૂ. ૭૯ થી શરૂ થઈ રહ્યા છે પ્લાન્સ: જાણો તમારી જરૂરિયાત મુજબના પોકેટ-ફ્રેન્ડલી પ્લાનની કિંમતો

નવી દિલ્હી, તા.૧૬: ટેક જાયન્ટ મેટા (Meta) એ ભારતીય યુઝર્સ માટે એક શાનદાર અને ડિજિટલ રિવોલ્યુશન લાવતી મોટી જાહેરાત કરી છે. કંપનીએ 'Meta One' નામના સબ્સ્ક્રિપ્શન બંડલનો સત્તાવાર પ્રારંભ કર્યો છે, જેનાથી હવે Facebook, Instagram, WhatsApp અને Meta AI ના પેઇડ એડ-ઓન ફીચર્સ એક જ પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ બનશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની બેઝિક ફ્રી એપ્સ પહેલાની જેમ જ મફત રહેશે, પરંતુ જે વપરાશકર્તાઓને એડવાન્સ્ડ ફીચર્સ અને AI નો પાવરફુલ એક્સેસ જોઈએ છે તેમના માટે આ પેઇડ પ્લાન્સ ઓફર કરવામાં આવ્યા છે.

વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે અલગ-અલગ એપ્સના કસ્ટમ પ્લાન્સ રૂ. ૭૯ થી શરૂ થાય છે. WhatsApp Plus માટે દર મહિને રૂ. ૭૯ ચુકવવા પડશે, જેમાં નવી થીમ્સ, સુપર સ્ટીકર્સ અને વધુ ચેટ્સ પિન કરવાની સુવિધા મળશે. જ્યારે Instagram Plus અને Facebook Plus પ્લાન્સ દર મહિને રૂ. ૯૯ માં મળશે, જેમાં કસ્ટમ આઇકોન્સ અને 'સુપર હાર્ટ્સ' જેવા દિલચસ્પ ફીચર્સ સામેલ છે.

AI ના શોખીનો માટે Meta One Core અને Premium બંડલ્સ
જે યુઝર્સને મેટાના પાવરફુલ AI ટૂલ્સની વધુ જરૂરિયાત છે તેમના માટે બે સુપર બંડલ લોન્ચ કરાયા છે. દર મહિને રૂ. ૫૪૯ નું 'Core બંડલ' ત્રણેય સોશિયલ મીડિયા એપ પ્લસ સાથે Meta AI ઇમેજ અને વિડિયો જનરેશન ટૂલ્સનો એક્સેસ આપે છે. જ્યારે હાઇ-એન્ડ યુઝર્સ માટે રૂ. ૧,૯૫૦ પ્રતિ માસનું 'Premium બંડલ' રજૂ કરાયું છે, જેમાં કન્ટેન્ટ ક્રિએશન અને AI માટે કોઈ લિમિટ વિના અનલિમિટેડ ક્ષમતાઓ મળશે.

સર્જકો અને વ્યવસાયો માટે સ્પેશિયલ બિઝનેસ પ્લાન્સ
ક્રિએટર્સ અને નાના-મોટા બિઝનેસ માટે મેટાએ ચાર અલગ-અલગ કેટેગરી રજૂ કરી છે:


•    Essential Plan: રૂ. ૬૩૯/મહિને (વેરિફાઇડ બેજ, નકલી આઈડી સામે સુરક્ષા અને WhatsApp બિઝનેસ એજન્ટ એક્સેસ)

•    Advanced Plan: રૂ. ૨,૦૯૯/મહિને (શિડ્યુલ્ડ સ્ટોરીઝ, પોસ્ટમાં લિંક્સ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ)

•    Expert & Max Plans: મોટો કારોબાર સંભાળતી ટીમો માટે 'Expert' પ્લાન રૂ. ૬,૩૯૯ અને 'Max' પ્લાન રૂ. ૨૦,૯૯૦ પ્રતિ મહિને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

(4:31 PM IST)