<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ફિજીમાં એચઆઈવી (HIV) નો વિસ્ફોટક ઉછાળો: દર ૬૦ પુખ્ત વયના લોકોમાંથી એક વ્યક્તિ સંક્રમિત થતાં દેશમાં ‘રાષ્ટ્રીય કટોકટી’ જાહેર!

નવા કેસોમાં ૨૭% નો તોતિંગ વધારો: ડ્રગ્સના દૂષણ અને સુરક્ષિત સંબંધોના અભાવે આઇલેન્ડ નેશનમાં આરોગ્ય તંત્ર કડડભૂસ થવાના આરે

સુવા : પેસિફિક મહાસાગરમાં આવેલા સુંદર ટાપુ દેશ ફિજીમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં એચઆઈવી (HIV) સંક્રમણના કેસોમાં અચાનક થયેલા વિસ્ફોટક વધારાને કારણે ફિજી સરકારે દેશમાં ‘રાષ્ટ્રીય કટોકટી’ (National Crisis) જાહેર કરી દીધી છે. તાજેતરના સરકારી અને આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ફિજીમાં હવે દર ૬૦ પુખ્ત વયના નાગરિકોમાંથી એક વ્યક્તિ HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જેણે આખા દેશમાં અરેરાટી મચાવી દીધી છે.

 

રિપોર્ટ અનુસાર, વિતેલા વર્ષ સરખામણીએ આ વર્ષે HIV ના નવા નિદાન થયેલા કેસોમાં ૨૭ ટકાનો જંગી વધારો નોંધાયો છે. ટાપુ દેશ માટે આ સ્થિતિ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે મર્યાદિત વસ્તી ધરાવતા આ દેશમાં ચેપનો આટલો ઊંચો દર સ્થાનિક આરોગ્ય સંભાળ સિસ્ટમ પર અભૂતપૂર્વ દબાણ ઊભું કરી રહ્યો છે.

 

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફિજીમાં એચઆઈવીના આ ભયાનક ફેલાવા પાછળનું મુખ્ય કારણ ઇન્જેક્શન દ્વારા લેવાતા અસુરક્ષિત ડ્રગ્સનો વધતો જતો વપરાશ, જાગૃતિનો અભાવ અને અનનિયંત્રિત શારીરિક સંબંધો છે. ફિજીના આરોગ્ય મંત્રાલયે આ પરિસ્થિતિને થાળે પાડવા માટે વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ પાસે તાકીદની મદદ માંગી છે અને દેશભરમાં વ્યાપક ટેસ્ટિંગ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

(7:20 PM IST)