News of Tuesday, 30th June 2026
યુરોપમાં ભયંકર ગરમીનો કહેર: સ્પેન, ફ્રાન્સ અને યુકેમાં તાપમાનના રેકોર્ડ તૂટ્યા: આકરી ગરમી હવે જર્મની અને પૂર્વીય દેશો તરફ આગળ વધી રહી છે: જર્મનીના કેટલાક વિસ્તારોમાં ૪૧.૭ ડિગ્રી જેટલું ઐતિહાસિક તાપમાન નોંધાયું: શું આ યુરોપનો અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો છે? જર્મની સહિત અન્ય દેશો પર ખતરો

યુરોપમાં ભયંકર ગરમીનો કહેર: સ્પેન, ફ્રાન્સ અને યુકેમાં તાપમાનના રેકોર્ડ તૂટ્યા: આકરી ગરમી હવે જર્મની અને પૂર્વીય દેશો તરફ આગળ વધી રહી છે: જર્મનીના કેટલાક વિસ્તારોમાં ૪૧.૭ ડિગ્રી જેટલું ઐતિહાસિક તાપમાન નોંધાયું: શું આ યુરોપનો અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો છે? જર્મની સહિત અન્ય દેશો પર ખતરો
ફ્રાન્સના ૫૮ વિસ્તારોમાં હાઈએસ્ટ લેવલનું રેડ એલર્ટ જાહેર: પાડોશી દેશ સ્પેનમાં પણ ગરમીનો ભયાનક પ્રકોપ, અમુક વિસ્તારોમાં તાપમાન ૪૦ થી ૪૫ ડિગ્રી સુધી: યુનાઇટેડ કિંગડમમાં પણ ઈતિહાસમાં પહેલીવાર સળંગ ત્રણ દિવસ માટે આકરી ગરમી માટે રેડ વોર્નિંગ
યુરોપ હાલમાં વધુ એક અતિશય તીવ્ર હીટવેવનો સામનો કરી રહ્યું છે. સ્પેન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમમાં વિક્રમજનક તાપમાન નોંધાયું છે. સત્તાવાળાઓએ હીટ એલર્ટ જાહેર કર્યા છે અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જોખમો, જંગલોમાં આગ અને પાવર ગ્રીડ પર વધતા દબાણની ચેતવણી આપી છે. આ આકરી ગરમી હવે જર્મની અને પૂર્વીય દેશો તરફ આગળ વધી રહી છે.
યુરોપના દેશોમાં આ વર્ષે ગરમીએ માઝા મૂકી છે. જૂન મહિનામાં તાપમાનનો પારો એટલી હદે વધી ગયો છે કે અનેક દેશોમાં હાહાકાર મચી ગયો છે. મિન્ટ મીડિયા રિપોર્ટ અને વર્લ્ડ મીટીયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, યુરોપ ખંડ ભયાનક હીટવેવની લપેટમાં આવી ગયો છે.
ફ્રાન્સમાં ગરમીએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને પારો ૪૩ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. ફ્રાન્સના ૫૮ જેટલા વિસ્તારોમાં સૌથી ઊંચા સ્તરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાડોશી દેશ સ્પેનમાં પણ ગરમીનો ભયાનક પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં અમુક વિસ્તારોમાં તાપમાન ૪૦ થી ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. યુનાઇટેડ કિંગડમમાં પણ ઈતિહાસમાં પહેલીવાર સળંગ ત્રણ દિવસ માટે આકરી ગરમી માટે રેડ વોર્નિંગ આપવામાં આવી છે અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં તાપમાન ૩૭ ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
ગરમીના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ લોકોના મૃત્યુ હીટવેવના કારણે થયા હોવાના અહેવાલો છે. ભારે દુકાળ જેવી સ્થિતિ વચ્ચે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વીજળીની માંગ વધતા પાવર ગ્રીડ પર પણ અસહ્ય દબાણ સર્જાયું છે.
વિવિધ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો અને હવામાન નિષ્ણાતોના અહેવાલ મુજબ આ હીટવેવ હવે જર્મની અને પૂર્વ યુરોપ તરફ સરકી રહી છે. જર્મનીના કેટલાક વિસ્તારોમાં ૪૧.૭ ડિગ્રી જેટલું ઐતિહાસિક અને વિક્રમજનક તાપમાન નોંધાયું છે.
આ ઉપરાંત પોલેન્ડ, રોમાનિયા અને હંગેરી જેવા દેશોમાં પણ સત્તાવાળાઓએ લોકોને બપોરના સમયે ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
આબોહવા પરિવર્તનને કારણે સર્જાયેલી આ કટોકટીએ સમગ્ર યુરોપના આરોગ્ય તંત્ર અને પ્રશાસનને દોડતા કરી દીધા છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
