તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ગ્રીસના હવાઈ પ્રદર્શનમાં કરતબ દરમિયાન એફ-૪ ફેન્ટમ તૂટી પડ્યું, બંને પાઇલટનાં કરુણ મોતથી શોકની લહેર
હજારો દર્શકોની નજર સામે વિમાન આગના ગોળામાં ફેરવાયું, ગ્રીક વાયુસેનાએ જાહેર કર્યો ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક

એથેન્સ, તા. ૬ : ‘એથેન્સ ફ્લાઇંગ વીક’ દરમિયાન નીચી ઊંચાઈએ કરતબ બતાવી રહેલું એફ-૪ ફેન્ટમ વિમાન ઉડાન ભર્યાની થોડી મિનિટોમાં જ હવાઈ મથકથી આશરે બે કિલોમીટર દૂર તૂટી પડ્યું હતું. જમીન સાથે અથડાતાં વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અને આસપાસ ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા.
દુર્ઘટનામાં બંને પાઇલટનાં મૃત્યુ થયાં છે, પરંતુ દર્શકો કે સ્થાનિક રહેવાસીઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વિમાન પડવાથી નજીકના જંગલ વિસ્તારમાં આગ ભભૂકી ઊઠતાં વિમાનો અને હેલિકોપ્ટરો સહિત અગ્નિશામક દળને કામે લગાડાયું હતું. આયોજકોએ બાકીનું હવાઈ પ્રદર્શન રદ કરી દર્શકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ગ્રીક વાયુસેનાએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
