તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
દમણમાં ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા: 8.2 ટન ‘સુકૂન’ બ્રાન્ડનું શંકાસ્પદ ઘી જપ્ત, ઉત્પાદન બંધ કરાવાયું
લેબ ટેસ્ટમાં વેજીટેબલ ફેટની ભેળસેળનો ખુલાસો, RM વેલ્યુ 24 ને બદલે માત્ર 1.32 મળી, અતિ ગંદકી અને લાયસન્સ વગર ચાલતી હતી ફેક્ટરી

દમણ તા.24 : દમણમાં ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા દરોડા પાડ્યા છે. દમણના રિંગણવાડા, કચીગામ ખાતે આવેલી સવાટ્ટા ફૂડ પ્રોડક્ટ્સની ફેક્ટરીમાંથી ‘સુકૂન’ બ્રાન્ડનું 8,224 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ ફેક્ટરીમાંથી સુકૂન કાઉ ઘી ના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા હતા. લેબ રિપોર્ટમાં ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ મળી આવી હતી. ઘીની ગુણવત્તાનો RM વેલ્યુ 24.0 હોવો જોઈએ, જ્યારે આ સેમ્પલમાં માત્ર મળ્યો હતો, જે નક્કી કરેલા ધોરણથી ઘણો નીચો છે. રિપોર્ટ બાદ વિભાગે સમગ્ર 8.2 ટન સ્ટોક જપ્ત કરી ઉત્પાદન અને વેચાણ તાત્કાલિક બંધ કરાવી દીધું છે અને કંપનીને શો
તપાસ દરમિયાન ફેક્ટરીમાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. પ્રિમાઈસીસમાં અતિ ગંદકી હતી, કાચા માલના સ્ટોરેજ માટે યોગ્ય વ્યવસ્થા ન હતી. કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, કાચા માલના બિલ અને રેકોર્ડ પણ કંપની રજૂ કરી શકી ન હતી. ફેક્ટરીમાં તૈયાર પ્રોડક્ટ ચકાસવા માટે ઈન-હાઉસ લેબ પણ ન હતી અને FSSAI માન્ય લેબ સાથે પણ કોઈ ટાઈ-અપ ન હતું.
FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 36(3)(b) હેઠળ કંપનીનો તમામ ફૂડ બિઝનેસ તાત્કાલિક બંધ કરાવ્યો છે. હાલ FSSAI દ્વારા દેશભરમાં ખાસ કરીને તહેવારો ટાણે ઘી, પનીર, ખોયામાં ભેળસેળ રોકવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
