હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભોપાલમાં નિષ્પક્ષ સુનાવણી અશક્ય: ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈનો સુપ્રીમ કોર્ટમાં મોટો દાવો
પૂર્વ મહિલા જજ સાસુ ગિરિબાલા સિંહના વગદાર પ્રભાવ અને પુરાવાઓ સાથે છેડછાડના આરોપ વચ્ચે સીબીઆઈએ કેસ મધ્યપ્રદેશ બહાર ટ્રાન્સફર કરવાની પિતાની અરજીને સમર્થન આપ્યું : ૬૩૬ પાનાની ચાર્જશીટથી ખળભળાટ

નવી દિલ્હી : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભૂતપૂર્વ મોડેલ ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુના ચર્ચાસ્પદ કેસમાં સીબીઆઈએ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું છે. તપાસ એજન્સી સીબીઆઈએ અદાલત સમક્ષ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે ભોપાલમાં આ કેસની નિષ્પક્ષ ટ્રાયલ થવી લગભગ અશક્ય છે. કેસની મુખ્ય આરોપી અને ત્વિષાની સાસુ ગિરિબાલા સિંહ ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ રહી ચૂકી હોવાથી નીચલી અદાલતો અને સ્થાનિક પ્રશાસન પર તેમનો ભારે દબદબો છે, જે ન્યાયિક પ્રક્રિયાને સીધી રીતે પ્રભાવિત કરી શકે છે.
સીબીઆઈએ પોતાના સોગંદનામામાં અત્યંત ગંભીર આરોપો મૂકતા જણાવ્યું છે કે ઘટના બન્યા બાદ આરોપી ગિરિબાલા સિંહે પોતાના પદ અને વગનો દુરુપયોગ કરીને ગુનાના સ્થળ (Crime Scene) સાથે છેડછાડ કરી હતી અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, રાજ્ય પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ તેમના તરફથી સતત દખલગીરી કરવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યા છે. એજન્સીના મતે, જો આ કેસની સુનાવણી ભોપાલમાં જ ચાલશે તો સાક્ષીઓ પર સતત દબાણ લાવવામાં આવશે અને પીડિત પક્ષને ન્યાય મળવાની સંભાવના ધૂંધળી બની જશે.
ઉલ્લેખનીય છે કે ૧૨ મેના રોજ ત્વિષા શર્મા ભોપાલ સ્થિત પોતાના સાસરિયાના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી, જેના સંદર્ભમાં સીબીઆઈએ તેના પતિ સમર્થ સિંહ (જે વ્યવસાયે વકીલ છે) અને સાસુ ગિરિબાલા સિંહ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને મૃત્યુનો આરોપ મૂકતી ૬૩૬ પાનાની કડક ચાર્જશીટ દાખલ કરી છે. ત્વિષાના પિતાએ અગાઉથી જ સુપ્રીમ કોર્ટમાં આ કેસને મધ્યપ્રદેશમાંથી દિલ્હી ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. હવે સીબીઆઈના આ સોગંદનામાથી પીડિત પરિવારની કેસ બહાર મોકલવાની માગણીને મોટું બળ મળ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
