તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
પંક્ચર રિપેર કરનારાના નામે 100+ કરોડના ટર્નઓવરવાળી નકલી કંપની, ૨૮ કરોડ રૂપિયાની CGSTની નોટિસ મળી
ઉત્તર પ્રદેશના ગોરખપુરની ઘટનાઃ લોન માટે આપેલાં આધારકાર્ડ અને PANનો ઉપયોગ કરીને ગઠિયાઓએ રાજ પ્રજાપતિના નામે બેન્ક-અકાઉન્ટ ખોલી નાખ્યું

ગોરખપુર,તા.૨૪: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રસ્તાની બાજુમાં પંક્ચરની દુકાન ચલાવતા રાજ પ્રજાપતિને સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (CGST) વિભાગ તરફથી ૨૮ કરોડ રૂપિયાની GST ચોરીનો આરોપ લગાવતી નોટિસ મળી છે. છેતરપિડી કરનારાઓએ તેના આધાર અને પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN)નો દુરુપયોગ કરીને તેના નામે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરવાળી નકલી કંપની નોંધાવી હતી. ૨૭ મેએ વારાણસી CGST ઑફિસ તરફથી રાજ પ્રજાપતિને સમન્સ મળ્યો હતો. તેને ૨૯ મેએ ઑફિસમાં હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું. સમન્સ જોઈને તેણે ૨૯ મેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૧૭ જૂને તેણે જનસુનાવણીમાં હાજરી આપી હતી.
રાજ પ્રજાપતિને ૨૦૨૪માં તેની બહેનનાં લગ્ન માટે ૩૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી અને તેણે અમિત ગુપ્તા નામની વ્યક્તિને તેનાં PAN અને આધાર કાર્ડ પૂરાં પાડ્યાં હતાં. દસ્તાવેજ પર અમિત ગુપ્તાએ સહી પણ કરાવી લીધી હતી. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિડી કરનારાઓએ મેસર્સ ગેજેટ્રિક ટેક્રોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની નકલી કંપની બનાવી હતી. યસ બેન્કમાં તેના નામે એક નકલી અકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યું હતું અને પછી કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની પર ૨૮ કરોડ રૂપિયાનો ઘ્ઞ્લ્વ્ બાકી હતો.
GST અધિકારીઓ તપાસ માટે તેના ગામમાં પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે ૧૦૦ કરોડ રૂપિયાની કથિત કંપનીનો માલિક રસ્તાની બાજુમાં સાઇકલ રિપેર કરવાની દુકાન ચલાવતો હતો. આ પછી સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે અને છેતરપિડી કરનારાઓની શોધ કરી રહી છે
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
