તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
મુંબઈમાં સાતમા ધોરણની ડિગ્રી ધરાવતા નકલી ડોક્ટરોનો પર્દાફાશ, એલોપેથિક દવાઓ સાથે પાંચ ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે ગોવંડી અને બાંદ્રા વિસ્તારોમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા તબીબો સામે કરી મોટી કાર્યવાહી

મુંબઈ: મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવીને મુંબઈના ગોવંડી, દેવનાર અને બાંદ્રા વિસ્તારોમાં કોઈ જ માન્ય મેડિકલ લાઇસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક દ thofeની પ્રેક્ટિસ કરતા પાંચ નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા અને તેમાંથી એક આરોપી માત્ર સાતમા ધોરણ સુધી જ ભણેલો હોવા છતાં ક્લિનિક ચલાવતો હતો, જ્યારે અન્યો પાસે પણ હોમિયોપેથિક ડિગ્રીની આડમાં ગેરકાયદે એલોપેથિક દવાઓ આપવામાં આવતી હતી.
ઓપરેશન દરમિયાન પોલીસે દરોડા પાડીને અંદાજે રૂપિયા 1.19 લાખની કિંમતની વિવિધ એલોપેથિક દવાઓ, સિરીંજ, ઇન્જેક્શન અને તબીબી સાધનો જપ્ત કર્યા હતા તેમજ કેટલાક આરોપીઓની ધરપકડ કરીને અન્યોને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ મામલે દેવનાર અને નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે, અને પોલીસ દ્વારા બનાવટી પ્રમાણપત્રો આપનાર મુખ્ય રેકેટની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
