તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 25th October 2026
ચૂરુમાં કાર-ટ્રક અકસ્માતે પરિવાર ઉજાડ્યો: પાંચ સ્વજન અને ચાલક સહિત છનાં મોત: સાસુ-સસરા અને બે પુત્રવધૂના એકસાથે અંતિમ સંસ્કાર
નાની બાળકીનો જીવ બચ્યો: પરિવારના બે પુત્રો રોજગાર માટે ગુજરાતમાં કામ કરતા હોય પ્રવાસમાં જોડાયા ન હતા

ચૂરુ: રાજસ્થાનના દદરેવ નજીક અકસ્માતમાં સોમસીસર ગામના પરિવારના પાંચ સભ્યો અને કારચાલકનાં મોત થયાં. પરિવારના બે પુત્રો રોજગાર માટે ગુજરાતમાં હતા.
રાજસ્થાનના સાદુલપુર વિસ્તારમાં દદરેવ નજીક શનિવાર, તા. ૨૪ ઓક્ટોબરે કાર આગળ જતા ટ્રક સાથે અથડાતાં છ વ્યક્તિનાં મોત થયાં હતાં. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો અને કારચાલકનો સમાવેશ થાય છે. પરિવાર તારાનગર વિસ્તારના સોમસીસર ગામનો હતો.
મૃતકોમાં ભંવરલાલ શર્મા, તેમનાં પત્ની મહેન્દ્રદેવી, પુત્રવધૂઓ યશોદા અને કવિતા, પરિવારનો એક શિશુ તથા ચાલક માંગીલાલનો સમાવેશ થાય છે. અકસ્માતમાં દિવ્યાંશી નામની નાની બાળકી જીવતી મળી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાઈ હતી.
પ્રવાસ દરમિયાન કવિતાએ પરિવારનો વિડિયો બનાવી વોટ્સએપ પર મૂક્યો હતો. અકસ્માત પછી આ વિડિયો સ્વજનો માટે અંતિમ સ્મૃતિ બની રહ્યો. ગામમાં ભંવરલાલ, મહેન્દ્રદેવી અને બંને પુત્રવધૂઓના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભંવરલાલના પુત્રો સંજય અને સંદીપ ગુજરાતમાં કામ કરતા હોવાથી પ્રવાસમાં જોડાયા નહોતા. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પછી સ્પષ્ટ થશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
