હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રસિદ્ધ નાટ્યકર્મી અને એડવોકેટ વિરલ રાચ્છ તેમ જ અમદાવાદ હાઈકોર્ટનાં ખ્યાતનામ વકીલ પ્રેમલ રાચ્છના પિતા એવા જામનગરના વરિષ્ઠ વકીલ અને લોહાણા સમાજના અગ્રણી સુંદરજીભાઈ કે. રાચ્છનું દુઃખદ નિધન : આવતીકાલે સાંજે 8 વાગ્યે જામનગર તેમના નિવાસ સ્થાનેથી નીકળશે અંતિમયાત્રા
જોડિયા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને વિદ્યાર્થી નેતા તરીકે અમીટ છાપ છોડનાર સુંદરજીભાઈ રાચ્છે જામનગરના ન્યાયિક અને સામાજિક ક્ષેત્રે દીર્ઘકાલીન યોગદાન આપ્યું

જામનગર : મૂળ જોડિયાના વતની અને જામનગરના જાણીતા વકીલ સુંદરજીભાઈ કે. રાચ્છનું આજરોજ, જામનગર ખાતે દુઃખદ અવસાન થયું છે. તેઓ વર્ષો સુધી જોડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત રહી વકીલ મંડળમાં અનેરું સ્થાન ધરાવતા હતા. લોહાણા સમાજના અગ્રણી તરીકે તેમની વિદાયથી સમગ્ર જામનગરમાં અને ખાસ કરીને કાયદાકીય વર્તુળોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તેમનો પરિવાર કલા અને કાયદા ક્ષેત્રે પ્રતિષ્ઠિત છે. સુંદરજીભાઈ રાચ્છ ગુજરાતી રંગભૂમિના ગૌરવ સમાન સુપ્રસિદ્ધ નાટ્યકર્મી અને એડવોકેટ વિરલ રાચ્છ તેમ જ અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખ્યાતનામ વકીલ પ્રેમલ રાચ્છના પિતા હતા. આ ઉપરાંત, તાજેતરમાં 'લાલો' ફિલ્મ દ્વારા ગુજરાતી અર્બન સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનાર અને Gifa એવોર્ડ વિજેતા અભિનેત્રી રિવા રાચ્છના તેઓ દાદા હતા. તેઓ પરિવારની કલાત્મક અને કાનૂની વિરાસતના પ્રેરણારૂપ રહ્યા હતા.
એડવોકેટ તરીકેની તેમની સુદીર્ઘ કારકિર્દી અત્યંત સફળ રહી હતી. તેમણે પોતાની વકીલાતના વર્ષો દરમિયાન અનેક પડકારજનક કેસોમાં પોતાની કાયદાકીય કુશળતા સાબિત કરી હતી. માત્ર વકીલ તરીકે જ નહીં, પરંતુ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે તેમણે અનેક અસીલોના હૃદયમાં પણ સન્માનભર્યું સ્થાન મેળવ્યું હતું. તેમના નિધનથી જામનગરના બાર એસોસિએશનને મોટી ખોટ પડી છે.
વિદ્યાર્થીકાળથી જ તેઓ સેવાભાવી અને નેતૃત્વના ગુણો ધરાવતા હતા. ડીકેવી કોલેજ અને એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ વિદ્યાર્થી નેતા તરીકે જી.એસ. પદે રહી અપાર લોકપ્રિયતા મેળવી હતી. વકીલાતની કારકિર્દી સાથે તેઓ સતત વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ મારફતે લોકસેવાના કાર્યોમાં જોડાયેલા રહ્યા હતા. સુંદરજીભાઈના સત્કર્મો અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓની સુવાસ જામનગરના નાગરિકોના હૈયે હંમેશા સચવાયેલી રહેશે.
સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા. ૨૧ મે ૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૮:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન 'આશીર્વાદ', ૧૬૯ જે ઓમકાર બંગલોઝ, વાલકેશ્વરી નગરી, જામનગર ખાતેથી નીકળશે. ૐ શાંતિ...









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
