<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જાણીતા ટીવી એક્ટર રોહિત ચાંદેલની સગીરાનો પીછો અને મારપીટના આરોપમાં ધરપકડ : POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયો

પંડ્યા સ્ટોર અને સૈરાબ સિરિયલથી લોકપ્રિય થયેલો અભિનેતા હાલ જેલમાં, પીડિત પરિવારની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

મુંબઈ, તા. 11 : ટેલિવિઝન જગતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકપ્રિય સિરિયલ પંડ્યા સ્ટોર અને સૈરાબમાં કામ કરી ચૂકેલા અભિનેતા રોહિત ચાંદેલની પોલીસે ધરપકડ કરી છે. તેના પર એક સગીર છોકરીનો પીછો કરવા અને જાહેર રસ્તા વચ્ચે તેની સાથે મારપીટ કરવાનો આરોપ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અભિનેતાએ સગીરાનો પીછો કર્યો હતો અને બાદમાં રસ્તા વચ્ચે તેને રોકીને માર્યો હતો. આ ઘટનાથી ગભરાયેલા પીડિત પરિવારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને POCSO એક્ટ સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

 

પોલીસે તપાસ બાદ રોહિત ચાંદેલની ધરપકડ કરી લીધી છે. હાલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આગળની કાનૂની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે પીડિતાનું નિવેદન પણ નોંધ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

રોહિત ચાંદેલ ટીવીની દુનિયામાં જાણીતો ચહેરો છે. પંડ્યા સ્ટોરમાં તેના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને ચાહકો આ સમાચારથી આઘાત વ્યક્ત કરી રહ્યા છે.

 

હાલ પોલીસ આ સમગ્ર મામલાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(2:40 PM IST)