તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
સોલાપુરમાં પ્રખ્યાત લેખક-વક્તા આશુભાઈ પટેલનો ‘લાઈફ અનલિમિટેડ' ટોક શો યોજાયોઃ પ્રેરણાદાયી સંબોધન સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સોલાપુર ગુજરાતી મિત્ર મંડળ દ્વારા સ્વ.અરવિંદભાઈ ઝવેરી વ્યાખ્યાનમાળા અંતર્ગત આયોજનઃ જીવનલક્ષી વિચારો, હળવી ક્ષણો અને ગીતસંગીત સાથે કાર્યક્રમ યાદગાર બન્યો

મુંબઈ,તા.૧૧: સોલાપુરમાં પ્રખ્યાત ગુજરાતી વક્તા, નવલકથાકાર, પત્રકાર, લેખક અને ક્રિએટિવ પ્રોડ્યુસર આશુભાઈ પટેલનો 'લાઈફ અનલિમિટેડ' ટોક શો સફળતાપૂર્વક યોજાઈ ગયો. સોલાપુર ગુજરાતી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતી સ્વ. અરવિદભાઈ ઝવેરી વ્યાખ્યાનમાળાના ભાગરૂપે ૬ સપ્ટેમ્બરની સાંજે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટોક શો દરમિયાન આશુભાઈ પટેલે ઉપસ્થિત શ્રોતાજનો સમક્ષ અત્યંત ગહન જીવનલક્ષી અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા, સાથે જ હળવાશભરી શૈલીમાં વાતો કરીને સૌને ખડખડાટ હસાવ્યા પણ હતા. કાર્યક્રમના અવિસ્મરણીય અંતમાં તેમણે ઓડિયન્સમાંથી કેટલીક વ્યક્તિઓને સ્ટેજ પર આમંત્રિત કરી હતી અને તેમની સાથે મળીને 'એક પ્યાર કા નગમા હૈ' ગીત ગાયું હતું, જેમાં સમગ્ર શ્રોતાગણે પણ ઉત્સાહભેર સૂર મિલાવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે મંડળના અધ્યક્ષ મુકેશભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કરી મુખ્ય મહેમાનનું બહુમાન કર્યું હતું. ત્યારબાદ મંડળના ઉપાધ્યક્ષ મણિકાંતભાઈ દંડે કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરીને સ્વ. અરવિદભાઈ ઝવેરીના સમાજસેવાના કાર્યોને બિરદાવી વ્યાખ્યાનમાળાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્ય અતિથિનો પરિચય મંડળના ધર્માદા દવાખાનાના ચેરમેન કૌશિક શાહે આપ્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંડળના સહ-સચિવ સ્વાતિબેન દેસાઈએ કર્યું હતું. અંતમાં મંડળના અક્ષય ઝવેરીએ આભારવિધિ આટોપી હતી.
આ પ્રસંગે મંડળના અગ્રણીઓ કેશવજી રાંભિયા, ચીમન પટેલ, કાન્તિ પટેલ, જગદીશ પટેલ, હિતેન્દ્ર વોરા, મનિષ રાંભિયા, જિતેન્દ્ર પટેલ, ધર્મેશ રાડિયા, કલ્પેશ ઝવેરી, વિહાન ઝવેરી, ચંદ્રેશ માધુ, પાર્થ દાવડા, ભારતીબેન પટેલ, લતાબેન મહેતા, નીતાબેન દંડ, પારૂલબેન પટેલ, પ્રીતિબેન શાહ, કવિતાબેન પટેલ, અર્પિતાબેન બક્ષી, કલાવતીબેન પટેલ, વર્ષાબેન ઝવેરી, દેવાંશીબેન ઝવેરી, ભારતીબેન પટેલ, મીનાબેન શાહ, ઉષાબેન રાંભિયા સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
