તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ફાસ્ટેગના વાર્ષિક પાસે "એક કરોડ"નો આંક વટાવ્યો: રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખાનગી વાહનચાલકોમાં ફાસ્ટેગ પાસનાો સ્વીકાર વધતાં મુસાફરી સસ્તી અને સરળ બની

નવી દિલ્હી, તા. ૨૮ : રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર મુસાફરી કરતા ખાનગી વાહનચાલકો માટે શરૂ કરાયેલા ફાસ્ટેગ વાર્ષિક પાસની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. આ યોજના ૧૫ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ શરૂ કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ સિદ્ધિને અવરોધરહિત અને કરકસરયુક્ત મુસાફરી માટે યોજનાના વધી રહેલા સ્વીકારનું પરિણામ ગણાવ્યું છે.
વાર્ષિક પાસ દેશના આશરે ૧,૧૫૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય દ્રુતગતિ માર્ગના ટોલ મથકો ઉપર માન્ય છે. વર્ષ ૨૦૨૬–૨૭ માટે વાહનચાલકે એક વખત ૩,૦૭૫ રૂપિયા ચૂકવવાના રહે છે. ત્યારબાદ એક વર્ષ અથવા ૨૦૦ ટોલમથક મુસાફરીમાંથી જે મર્યાદા પહેલાં પૂર્ણ થાય ત્યાં સુધી પાસ માન્ય રહે છે. આ સુવિધા માન્ય ફાસ્ટેગ ધરાવતા બિનવ્યાવસાયિક વાહનો માટે છે. રાજમાર્ગયાત્રા એપ મારફતે ચુકવણી કર્યા બાદ વાહન સાથે જોડાયેલા હાલના ફાસ્ટેગ ઉપર જ પાસ સક્રિય થઈ જાય છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
