News of Saturday, 28th November 2026
મુરાદાબાદમાં બસ અને શેરડી ભરેલા ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત:માતા-પુત્ર સહિત 4 લોકોના કરૂણમોત:10 જેટલા મુસાફરો ઘાયલ
મુરાદાબાદ ડેપોની બસ છજલેટ તરફથી મુરાદાબાદ આવતી હતી ત્યારે લડાવલી ગામે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા શેરડી ભરેલા ટ્રક સાથે અથડાઈ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ગંભીર અકસ્માતમાં મા-દીકરા સહિત 4 લોકોના મોત થયા છે. સામે આવેલી વિગતો અનુસાર મુરાદાબાદના છજલેટ વિસ્તારમાં શનિવારેની સવારે એક બસ અને શેરડી ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના જીવ ગયા છે. આ ઉપરાંત બસમાં સવાર 10 મુસાફરો ઘાયલ થયા છે.
અકસ્માતની ઘટનાને પગલે લોકોની ચીખ-પુકારથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોચી તપાસ શરુ કરી છે. આ ઉપરાંત ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, મુરાદાબાદ ડેપોની બસ છજલેટ તરફથી મુરાદાબાદ આવી રહી હતી, ત્યારે લડાવલી ગામે આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા શેરડી ભરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર લોકોના મોત થઈ ગયા.જેમાં માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ બસમાં બેઠેલા યાત્રીઓ પણ ઘાયલ થયા છે. અકસ્માતની ઘટના બનતા જ બસમાં દેકારો મચી ગયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલ માતા-પુત્ર સુદુપુરાના રહેવાસી હોવાની વાત સામે આવી છે. માતાનું નામ અર્ચના હતું અને તેમના પાંચ વર્ષના પુત્રનું નામ સુશાંત હતું જેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. જ્યારે તેમના પિતા જાનસન મસિહ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે
બીજા મૃતકોમાં નુરપુર બિજનોરના રહેવાસી લોકેન્દ્ર અને દીપિકા ચૌહાણનો સમાવેશ થાય છે. હાલમાં તમામ મૃતદેહનો પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ થયો હોવાની વાત સામે આવી છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચી ટ્રાફિકને દૂર કરી વાહનન્યવહાર પૂર્વરત કરાવ્યો હતો.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
