હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત : ટ્રક અને ટાટા મેજિક વાન વચ્ચે ભયાનક ટક્કર: 9 લોકોના ઘટના સ્થળે જ મોત
નાંદેડ-ભોકર હાઈવે પર વાકદ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં ભયંકર અકસ્માત : ત્રણ લોકોને ગંભીર ઇજા

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક અને ટાટા મેજિક પેસેન્જર વાન વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં 9 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આ કમનસીબ ઘટના સાંજે આશરે 6:30 વાગ્યે નાંદેડ-ભોકર હાઈવે પર વાકદ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં બની હતી.
અહેવાલો અનુસાર, ભોકરથી નાંદેડ તરફ જઈ રહેલા બેફામ ટ્રકે સામેથી આવી રહેલી ટાટા મેજિક વાનને ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. અકસ્માત સમયે બંને વાહનોની ગતિ ખૂબ વધારે હોવાથી વાનના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તે ફંગોળાઈને રસ્તાની બાજુમાં ખાબકી હતી.
વાનમાં કુલ 12 મુસાફરો સવાર હતા, જે તમામ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે 9 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો અને રોડ પર મૃતદેહો વેરવિખેર થઈ ગયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
