તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ટ્રક-બોલેરો વચ્ચે ભીષણ માર્ગ અકસ્માતઃ ૧૧ મોત
મિર્ઝાપુરમાં એક કંપારી છૂટી જાય તેવો માર્ગ અકસ્માત

મિર્ઝાપુર,તા.૨૩: યુપીના મિર્ઝાપુર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એક અનિયંત્રિત ટ્રકે પાછળથી બોલેરો, કાર અને એક કન્ટેનરને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં ૧૧ લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટક્કર લાગતા જ બોલેરોમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે તેમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને ગાડીમાં સવાર ૬ લોકોના જીવતા ભુંજાઈ જવાથી મોત થયા હતા.
પોલીસ અધિક્ષક અપર્ણા રજત કૌશિકે ઘટનાસ્થળે પહોંચીને માહિતી મેળવી હતી. તેમણે અકસ્માતમાં ૧૧ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, બુધવારે એક અનિયંત્રિત ટ્રક દ્વારા અનેક વાહનોને ટક્કર મારવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જણાવ્યું કે, એક અનિયંત્રિત ટ્રકે બોલેરો, એક કાર અને એક કન્ટેનરને પાછળથી ટક્કર મારી દીધી છે, જેના કારણે બોલેરો કારમાં ભીષણ આગ લાગી ગઈ છે અને કારમાં સવાર ૬ લોકોના જીવતા સળગી જવાથી મોત થયા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અકસ્માતના કારણોની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકની અનિયંત્રિત ગતિ અને સંભવિત રીતે ચાલકની બેદરકારી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, અકસ્માતમાં ટ્રક ચાલક સહિત અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ બોલેરોમાં સવાર તમામ લોકોની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમનો જીવ ન બચાવી શકાયો. મૃતકોના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી ભ્વ્ત્ના અહેવાલ મુજબ, પોલીસકર્મીઓ અત્યારે પણ ઘટનાસ્થળે તહેનાત છે અને અસરગ્રસ્ત રસ્તા પર વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. ઘટનાની આગળની તપાસ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ટ્રક ચાલકે ગાડી ચલાવતી વખતે નિયંત્રણ કેમ ગુમાવ્યું હતું.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
