<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

દીકરીનાં પગલાંની છાપ પિતાએ પોતાના હાથ પર ટેટૂ તરીકે છુંદાવી

કહેવાય છે કે દુનિયામાં પિતા-પુત્રીનો સંબંધ સૌથી નિરાળો હોય છે. જોકે એક પિતાએ પોતાની નન્‍હીં પરી માટે જે કર્યું છે એ દિલ જીતી લેનારું છે

નવી દિલ્‍હી,તા.૨૪: કહેવાય છે કે દુનિયામાં પિતા-પુત્રીનો સંબંધ સૌથી નિરાળો હોય છે. જોકે એક પિતાએ પોતાની નન્‍હીં પરી માટે જે કર્યું છે એ દિલ જીતી લેનારું છે. આ પિતાએ પોતાની નવજાત દીકરીના પગની છાપનું કાયમી ટેટૂ છૂંદાવી લીધું છે.

આ ઘટનાનો વિડિયો તેણે સોશ્‍યલ મીડિયામાં શેર કર્યો છે. પહેલાં તે પોતાની દીકરીના પગની છાપ પોતાના ડાબા હાથ પર છપાવે છે અને પછી એ લઈને ટેટૂ-આર્ટિસ્‍ટ પાસે જાય છે અને એ છાપ પર કાયમી ટેટૂ બનાવડાવે છે. આ એક શાહી માત્ર નથી, એક પિતાનો દીકરી માટેનો પ્રેમ છે. એ ટેટૂની છાપ સાથે દીકરીનું નામ અને તેની જન્‍મતારીખ પણ છપાવી લીધી છે.

(3:07 PM IST)