તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
પત્ની સાથે ઝઘડો થતાં ૯ મહિનાનાં પુત્રને પિતાએ સ્કાયવોક પરથી નીચે ફેંકી દીધો!

મુંબઈ,તા.૨૭: મુંબઈના ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર રવિવારે રાત્રે, પત્ની સાથેના ઝઘડા બાદ એક પિતાએ તેના ૯ મહિનાના દીકરાને સ્કાયવોક પરથી નીચે ફેંકી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. નવજાત બાળકને પહેલા રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી બાદમાં તેને સાયન હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો. ઘાટકોપર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે, અને તપાસ શરૃ કરી છે. અહેવાલ મુજબ આરોપીની ઓળખ ૨૩ વર્ષીય જાફર શેખ તરીકે થઈ છે. તે ઘાટકોપરના સર્વોદય નગર વિસ્તારમાં તેની ૨૨ વર્ષીય પત્ની આરતી જાફર શેખ અને તેમના પુત્ર આરવ સાથે રહે છે. આ કેસમાં આરતીએ ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતીના લગ્ન લગભગ બે વર્ષ પહેલાં થયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ૨૫ ઑકટોબરની રાત્રે લગભગ ૮:૧૦ વાગ્યે બની હતી. તે સમયે આરતી તેના પુત્ર સાથે ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર આવેલા સ્કાયવોક પર હતી. ત્યાં પહોંચેલા જાફરે તેની પત્ની સાથે ઝઘડો શરૃ કર્યો. ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વિઠ્ઠલ અર્ડેકરે જણાવ્યું હતું કે, ઝઘડા દરમિયાન, આરોપીએ કથિત રીતે તેની પત્નીને અપશબ્દો કહ્યા અને બાળકને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો. જ્યારે આરતીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે ગુસ્સામાં આવીને બાળકને મારી નાખવાના ઈરાદાથી સ્કાયવોક પરથી નીચે ફેંકી દીધો.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
