તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
રશિયા પાસેથી તેલ ખરીદી પર ૧૦૦% ટેરિફનો ભય
યુએસ કાયદા નિર્માતાઓએ રશિયા પ્રતિબંધ બિલમાં ઘણા સુધારા રજૂ કર્યા

નવી દિલ્હી : યુએસમાં રશિયા પર નવા પ્રતિબંધોની સંભાવના વધુ તીવ્ર બની છે. યુએસ કાયદા નિર્માતાઓએ રશિયા પ્રતિબંધ બિલમાં ઘણા સુધારા રજૂ કર્યા છે. એક સુધારામાં ભારત સહિત રશિયાના મુખ્ય વેપાર ભાગીદારોના નામ બિલમાં સીધા ઉમેરવાનો ઉલ્લેખ છે. બીજો સુધારો બિલમાંથી સમગ્ર ટેરિફ જોગવાઈ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકે છે. આ સમગ્ર મામલો હવે યુએસ સંસદના નીચલા ગૃહ, પ્રતિનિધિ ગૃહ સુધી પહોંચી ગયો છે.
લિન્ડસે ગ્રેહામ સેન્ક્શનિગ રશિયા એન્ડ ઈરાન એક્ટ નામનું આ બિલ ગયા મહિને યુએસ સેનેટમાં ભારે બહુમતીથી પસાર થયું હતું. તેને ૮૬ થી ૧૧ મતોથી મંજૂરી આપવામાં આવી હતી. આ બિલનો હેતુ રશિયાના નેતૃત્વ અને તેના ઉર્જા ક્ષેત્ર પર કડક પ્રતિબંધો લાદવાનો છે.
તે રશિયાને તેલ વેચવામાં અને પ્રતિબંધોથી બચવામાં મદદ કરી રહેલા જહાજોના કાફલા પર પણ નજર રાખશે. યુએસ માને છે કે રશિયા તેના ક્રૂડ ઓઇલ વેપારમાંથી કમાયેલા નાણાંનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડવા માટે કરી રહ્યું છે.
આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ ખરીદતા મુખ્ય દેશો પર ૧૦૦ ટકા સુધીના ટેરિફ લાદવાની સત્તા આપે છે. જો કે, ૭ ઓગસ્ટના રોજ સેનેટ દ્વારા પસાર કરાયેલા બિલમાં કોઈ પણ દેશનું સીધું નામ લેવામાં આવ્યું ન હતું, પરંતુ ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે આ નિયમ પાંચ દેશો પર લાગુ થશે જે સૌથી વધુ તેલ અને ગેસ ખરીદે છે
હવે, ડેમોક્રેટિક કોંગ્રેસમેન સ્ટેની હોયરે એક સુધારો રજૂ કર્યો છે જેમાં ચીન, ભારત, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, યુએઈ, સિગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિક જેવા દેશોને બિલમાં સીધા સામેલ કરવા હાકલ કરવામાં આવી છે. દરમિયાન, ડેમોક્રેટિક કોંગ્રેસમેન ગ્રેગરી મીક્સ, જેઓ ટ્રમ્પને વધુ ટેરિફ સત્તા આપવાનો વિરોધ કરી રહ્યા છે, તેમણે કલમ ૧૧૩ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે રાષ્ટ્રપતિને ગૌણ ટેરિફ લાદવાની સત્તા આપે છે. મીક્સના પ્રસ્તાવને અન્ય ત્રણ કાયદા નિર્માતાઓનો ટેકો મળ્યો છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
