હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે શનિવારે ફ્રાન્સમાં ફરી હિંસક દેખાવોનો ભય : ૭૦ હજાર પોલીસ અને વિશેષ સુરક્ષા દળો તૈનાત : અનેક શહેરોમાં પ્રતિબંધો, પેરિસના વિશ્વપ્રસિદ્ધ સંગ્રહાલયો બંધ
ગૃહમંત્રી લોરાં નુનેઝ કહે છે કેટલાક કટ્ટર ડાબેરી સંગઠનો હિંસા, લૂંટફાટ અને સરકારી ઇમારતો ઉપર હુમલા માટે ઉશ્કેરણી કરી રહ્યા છે: વિશેષ કમાન્ડો દળો, હેલિકોપ્ટર, ડ્રોન, ઘોડેસવાર પોલીસ, બખ્તરબંધ વાહનો અને પાણીના ફુવારા છોડતાં વાહનો ખડેપગે: ગત સપ્તાહે હિંસામાં ૩ હજાર દુકાનો - વેપારી સંસ્થાઓ ભોગ બની હતી

પેરિસ:ફ્રાન્સમાં મોંઘવારી, શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાઓ અને જાહેર સેવાઓ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ફરી હિંસક બનવાની આશંકાથી સરકારે દેશભરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. શનિવાર, ૨૪ ઓક્ટોબરના પ્રસ્તાવિત દેખાવો માટે ૭૦ હજાર પોલીસ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરાશે. ગત સપ્તાહની સરખામણીએ વધુ ૧૦ હજાર જવાનો ફરજ બજાવશે.
ગૃહમંત્રી લોરાં નુનેઝે જણાવ્યું કે કેટલાક કટ્ટર ડાબેરી સંગઠનો હિંસા, લૂંટફાટ અને સરકારી ઇમારતો ઉપર હુમલા માટે ઉશ્કેરણી કરી રહ્યા છે. સરકારે વિશેષ કમાન્ડો દળો, હેલિકોપ્ટર, ડ્રોન, ઘોડેસવાર પોલીસ, બખ્તરબંધ વાહનો અને પાણીના ફુવારા છોડતાં વાહનો તૈયાર રાખ્યાં છે. ગત સપ્તાહે હિંસામાં આશરે ૩ હજાર દુકાનો અને વેપારી સંસ્થાઓને નુકસાન થયું હતું.
પેરિસના લુવ્ર સહિતના જાણીતા સંગ્રહાલયો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માર્સેઈ અને લિયોન સહિતના શહેરોમાં દેખાવો ઉપર પ્રતિબંધો મૂકાયા છે. ઓર્લિયાં શહેરમાં મરીન લે પેનની નેશનલ રેલી પાર્ટીના સંમેલન સામે વિરોધ યોજાવાનો હોવાથી તણાવ વધવાની આશંકા છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સુરક્ષા અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
