<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

એડમિશન બાદ ફી વધારી ન શકાય સુપ્રીમની ખાનગી કોલેજોને ફટકાર

મનમાનીથી ફી વધારો ના ચલાવી લેવાય : સુપ્રીમ : બંગાળમાં ખાનગી કોલેજે બીટેકમાં એડમિશન થઇ ગયા બાદ ફીમાં ૩૭ ટકાનો વધારો કર્યો જેને સુપ્રીમે રદ કર્યો

નવી દિલ્‍હી,તા.૧૭: ખાનગી એન્‍જિનીયરિગ અને મેડિકલ કોલેજો કોર્સ શરૂ થઇ ગયા બાદ અધવચ્‍ચે ફીમાં વધારો ના કરી શકે તેવી સ્‍પષ્ટતા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. પヘમિ બંગાળમાં એક એન્‍જિનીયરિગ કોલેજમાં વિદ્યાર્થીઓનું બીટેકમાં એડમિશન થઈ ગયા બાદ ફીમાં ૩૭ ટકાનો વધારો કરાયો હતો. જેને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્‍યો હતો. સાથે જ કહ્યું હતું કે એડમિશન થઈ ગયા બાદ મનમાનીથી ફી વધારો ના કરી શકાય.

વિદ્યાર્થીઓના હિતમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્‍કૂલ-કોલેજોની ફીને લઈને નિヘતિતા વિદ્યાર્થીઓ અને માતા પિતા પર આર્થીક બોજ વધારી શકે છે. પ્રોફેશનલ શિક્ષણ પર નિયંત્રણો લાદનાર ઓથોરિટીએ જવાબદારી લેવી જોઈએ અને એક એવી સિસ્‍ટમ સ્‍થાપિત કરવી જોઈએ કે જે કોલેજમાં જોડાતા પહેલા જ વિદ્યાર્થીઓને આર્થીક અવિતા આ અંગે માહિતી આપી શકે કેટલાક સંજોગો સિવાય ફી વધારાની છૂટ બીસી રોય એન્‍જિનીયરિગ કોલેજના ૨૦૨૩-૨૭ની બેચના વિદ્યાર્થીઓની ફીમાં મેનેજમેન્‍ટ દ્વારા ૩૭ ટકાનો વધારો કરવામાં આવ્‍યો હતો. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવ્‍યો છે. આ શૈક્ષણિક સંસ્‍થાએ નવી ડેવલપમેન્‍ટ ફીનો અમલ કર્યો હતો જે બાદ આ વધારાની રકમ લેવાનું શરૂ કર્યું હતું. વ્‍યવસાયીક શિક્ષણને લઈને પરિવારે આર્થિક રીતે કટિબદ્ધ રહેવું પડતું હોય છે. પોતાના બાળકોને શિક્ષણ અપાવવા માટે માતા પિતા વર્ષોની બચતનો ઉપયોગ કરતા હોય છે.

(10:03 AM IST)