<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ઓસ્ટ્રિયામાં સોના (Sauna)માં સૂઈ જવા બદલ નોકરી ગુમાવનાર મહિલા ટેક એક્ઝિક્યુટિવનો મોટો ધડાકો: OpenAI ની માલિકીની કંપની પાસે ₹964 કરોડનું વળતર માંગ્યું!

ADHD સ્થિતિ અને ભેદભાવના લીધે લંડન ટ્રિબ્યુનલે દાવો આગળ વધારવાની આપી મંજૂરી: બ્રિટિશ ઇતિહાસની સૌથી મોટી વળતર રકમ મેળવવાનો રસ્તો સાફ.

લંડન : સિલિકોન વેલીની જાણીતી ભૂતપૂર્વ ટેક એક્ઝિક્યુટિવ શેનન બર્ન્સ (Shannon Burns) હાલ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે. ઓસ્ટ્રિયાની એક બિઝનેસ ટ્રિપ દરમિયાન 'સોના' (Sauna) માં સૂઈ જવા બદલ નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ, તેમણે પોતાની ભૂતપૂર્વ કંપની ગિટપોડ (Gitpod) સામે £76 મિલિયન (આશરે ₹964 કરોડ) ના વળતર માટે કાનૂની જંગ છેડ્યો છે. બ્રિટનની બર્મિંગહામ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ગિટપોડની આકરી વિરોધ અરજીને ફગાવી દઈને બર્ન્સને આ ઐતિહાસિક દાવો આગળ ધપાવવાની લીલી ઝંડી આપી દીધી છે, જે બ્રિટિશ કાનૂની ઇતિહાસનું સૌથી મોટું વળતર બની શકે છે.

 

મળતી વિગતો મુજબ, બર્ન્સ 2022 માં ગિટપોડ (જે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દિગ્ગજ OpenAI ની માલિકી હેઠળ છે) માં £220,000 (આશરે ₹2.8 કરોડ) ના વાર્ષિક પગારે એન્જિનિયરિંગ વિભાગના વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે જોડાયા હતા. એપ્રિલ 2023 માં ઓસ્ટ્રિયાના લોફર ખાતે યોજાયેલી ટીમ-બિલ્ડિંગ સફર દરમિયાન બર્ન્સ પોતાની રૂમની ચાવી ભૂલી ગયા હતા. બર્ન્સ ADHD (એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર) થી પીડિત હોવાથી ખૂબ ભૂલકણા હતા. રૂમ ન ખૂલતાં તેમણે રાત્રે સોનામાં સૂવું પડ્યું હતું. આ ઘટના બાદ કંપનીના CEO એ તેમનામાં "વ્યાવસાયિક જવાબદારીનો અભાવ" હોવાનું કહીને નોકરીમાંથી બરતરફ કર્યા હતા.

 

બર્ન્સે ટ્રિબ્યુનલમાં દલીલ કરી હતી કે ટ્રિપ દરમિયાન પુરુષ સહકર્મીઓએ પણ દારૂનું સેવન કર્યું હતું, પરંતુ વિકલાંગતા (ADHD) ધરાવતા હોવા છતાં માત્ર તેમને જ ટાર્ગેટ બનાવીને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ અન્યાયી બરતરફી બાદ તેઓ 'પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર' (PTSD) નો ભોગ બન્યા છે અને ટેક ક્ષેત્ર છોડવાની ફરજ પડી છે. બર્ન્સે તેમના ભવિષ્યની અંદાજિત આવકના નુકસાનના આધારે આ વળતર માંગ્યું છે. સામે પક્ષે OpenAI ની માલિકીની કંપની આ રકમ £1 મિલિયન સુધી સીમિત કરવા મથી રહી હતી, પરંતુ ટ્રિબ્યુનલે કંપનીને OpenAI ને થયેલા વેચાણનું સાચું મૂલ્ય જાહેર કરવા આદેશ આપી બર્ન્સના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે.

(7:23 PM IST)