<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

શ્રાદ્ધમાં એક દિવસ ઓછોઃ નવરાત્રી ૧૦ દિવસની

૨૭મીથી શ્રાદ્ધ પક્ષનો આરંભઃ આઠમની ક્ષય તિથિથી એક દિવસ ઘટશે, ૧૦ ઓક્‍ટોબરે સર્વપિતૃ અમાસ સાતમની વૃદ્ધિથી નવરાત્રીમાં એક દિવસનો ઉમેરોઃ ૧૧થી ૨૦ ઓક્‍ટોબર સુધી ગરબા-ઘંડિયાની ૨૦૧૨


નવી દિલ્‍હી તા.૨૩: હાલ શહેરઆખું ગણેશોત્‍સવની ભક્‍તિમાં રંગાયેલું છે ત્‍યારે હવે પિતૃસ્‍મરણ અને આદ્યશક્‍તિની આરાધનાના બે મહત્ત્વના પર્વની તૈયારીઓ શરૂ થશે. ૨૫ સપ્‍ટેમ્‍બરના શુક્રવારે અનંત ચૌદશ સાથે ગણેશજીને વિદાય અપાયા બાદ ૨૭ સપ્‍ટેમ્‍બરથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થશે. આ વર્ષે તિથિના વિચિત્ર સંયોગને કારણે શ્રાદ્ધ પક્ષમાં એક દિવસ ઘટશે. જયારે નવરાત્રીમાં એક દિવસનો ઉમેરો થતાં ખેલૈયાઓને ગરબા-દાંડિયા માટે એક દિવસ વધુ મળશે. પિતૃ તર્પણ, પિડદાન સહિતની ધાર્મિક વિધિઓ માટે મહત્ત્વ ધરાવતા શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોને તેમની તિથિ પ્રમાણે તર્પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૭સપ્‍ટેમ્‍બરના રવિવારે ભાદરવા વદ એકમથી ૧૦ ઓક્‍ટોબરના ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ રહેશે. આઠમની ક્ષય તિથિના કારણે ૧૪ દિવસનો શ્રાદ્ધ પણ રહેશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ ગણેશોત્‍સવ, શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રી એમ ત્રણેય પર્વમાં તિથિના સંયોગની અસર જોવા મળી છે. ગણેશોત્‍સવ ૧૨ દિવસનો છે, જ્‍યારે શ્રાદ્ધ પક્ષમાં આઠમની ક્ષય તિથિથી એક દિવસ થટયો છે. બીજી તરફ સાતમની વૃદ્ધિ તિથિને કારણે નવરાત્રી એક દિવસ વધીને ૧૦ દિવસની રહેશે. સૂર્યોદય તિથિ અને પંચાંગના ગણિત મુજબ ૩૦ સપ્‍ટેમ્‍બરના બુધવારે ચોથ અને પાંચમનું શ્રાદ્ધ એક જ દિવસે થશે. ૧૦ ઓક્‍ટોબરે પૂનમ-અમાસનું શ્રાદ્ધ તથા સર્વપિતૃ અમાસ રહેશે.

 ત્‍યારબાદ બીજા જ દિવસે એટલે કે ૧૧ ઓક્‍ટોબરના રવિવારથી ૧૦ દિવસ માટે નવરાત્રીનો રંગ જામશે. પચાંગી વિશિષ્ટ ગણનાને કારણે આ સમય વિશેષ હોય છે. એક્‍તરફ પિતૃઓ પ્રત્‍યે કૃતજ્ઞતા તો ત્‍યારબાદ તરત જ માંની ભક્‍તિની દિવ્‍ય અવસર હોવાથી લોકો કાગડોળે રાહ જુએ છે.

 નવરાત્રી ૧૦ દિવસની : ખેલૈયાઓમાં ઉત્‍સાહ, થનગનાટ

૧૧ ઓક્‍ટોબરના રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે. બપોરે ૧૨:૪૮થી ૧:૧૨ વાગ્‍યા સુધીના અભિજીત મુહૂર્તમાં ઘટસ્‍થાપન અને અંકુરારોપણ કરવામાં આવશે. સાતમની વૃદ્ધિ તિથિના કારણે આ વખતે નવરાત્રી ૧૦ દિવસની રહેશે. ૧૯ ઓક્‍ટોબરે દુર્ગાષ્ટમી. મહાઅષ્ટમી, હવનાષ્ટમી અને સરસ્‍વતી પૂજન થશે. જ્‍યારે ૨૦ ઓક્‍ટોબરના મંગળવારે મહાનવમી સાથે નવરાત્રીનું સમાપન થશે. એ જ દિવસે અસત્‍ય પર સત્‍યના વિજયના પર્વ વિજયાદશમીની પણ ઉજવણી થશે. દશેરો બપોરે ૧૨.૫૧ વાગ્‍યાથી શરૂ થશે. બુદ્ધ જયંતિ, આયુધ પૂજા તથા અષા-શષા, સમી અને આયુધ પુજન પણ ૨૦ ઓક્‍ટોબરે થશે.

૩૦ સપ્‍ટેમ્‍બરે ચોથ અને પાંચમનું એકસાથે શ્રાદ્ધ થશે

તિથિના સંયોગને કારણે ૨૭ સપ્‍ટેમ્‍બરે એકમ, ૨૮મીએ બીજ અને ૨૯મીએ

ત્રીજનું શ્રાદ્ધ થશે. ૩૦મીએ ચોથ-પાંચમનું શ્રાદ્ધ એક જ દિવસે કરી શકાશે. ૧ ઓક્‍ટોબરે છઠ્ઠ ૨ ઓક્‍ટોબરે સાતમ અને ૩ ઓક્‍ટોબરે આઠમનું શ્રાદ્ધ રહેશે. ૪ ઓક્‍ટોબરે નોમ તથા સૌભાગ્‍યવતીનું શ્રાદ્ધ અને ૫ ઓક્‍ટોબરે દશમનું શ્રાદ્ધ થશે. ૬ ઓક્‍ટોબરે અગિયારસ, ૭ ઓક્‍ટોબરે બારસ તથા સન્‍યાસીઓનું શ્રાદ્ધ. ૮ ઓક્‍ટોબરે તેરસ અને ૯ ઓક્‍ટોબરે ચૌદશનું શ્રાદ્ધ થશે. અષ-શષ કે અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલાઓનું શ્રાદ્ધ પણ ૯ ઓક્‍ટોબરે કરાશે ૧૦ ઓક્‍ટોબરે અમાસ-પુનમનું શ્રાદ્ધ રહેશે અને સર્વપિતૃ અમાસે પિતૃ તર્પણની વિધિઓ પૂર્ણ થશે.

(1:29 PM IST)