<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

રુસમાં ભીષણ વિમાન દુર્ઘટનાઃ હવામાં આગ લાગ્‍યા બાદ ક્રેશ : ૧૭ના મોત

ઉડાન દરમિયાન હવામાં જ અચાનક આગ લાગીઃ ત્‍યારબાદ વિમાન ઝડપથી નીચેની તરફ પડવા લાગ્‍યું અને જમીન પર ટકરાતા તેમાં જોરદાર ધમાકો થયો

કેમેરોવો  તા.૧૮: રશિયાના કેમેરોવો ક્ષેત્રમાં એક એએન-૧૨  (An-12) વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત થઈ ગયું, જેમાં સવાર તમામ ૧૭ લોકોના મોત થઈ દયા છે. પ્રત્‍યક્ષદર્શીઓ અને સ્‍થાનીક મીડિયા રિપોર્ટ્‍સ પ્રમાણે ઉડાન દરમિયાન હવામાં જ અચાનક આગ લાગી ગઈ હતી. ત્‍યારબાદ વિમાન ઝડપથી નીચેની તરફ પડવા લાગ્‍યું અને જમીન પર ટકરાતા તેમાં જોરદાર ધમાકો થયો હતો. દુર્ઘટના એટલી ભીષણ હતી કે વિમાનમાં સવાર કોઈપણ વ્‍યક્‍તિને બચાવી શકાયા નહીં.

રશિયન મીડિયા રેન ટીવીના રિપોર્ટ પ્રમાણે કેમેરોવા ક્ષેત્રના ગવર્નર ઇલ્‍યા સેરેડ્‍યૂકે સ્‍થાનિક સમયાનુસાર રાત્રે આશરે ૯.૩૦ કલાકે આ દુર્ઘટનાની જાણકારી આપી. વિમાનમાં આગ લાગી હઈ હતી અને ક્રૂચે અંતિમ સમય સુધી સળગી રહેલા વિમાનને રહેણાંક ઈમારતથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, જેથી જમીન પર જાન-માલને નુકસાન ન થયું. આ વિમાન સાઇબેરિયાના નોવોસિબિર્સ્‍ક (Novosibirsk) થી ક્રોસ્‍નોયાર્સ્‍ક ક્રાઈના કાંસક જઈ રહ્યું હતું.

ગવર્નર સેરેડ્‍યૂકે જણાવ્‍યું કે દુર્ઘટનાસ્‍થળ પર એક ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ સેન્‍ટર બનાવવામાં આવ્‍યું છે. ઘટના સ્‍થળે મેડિકલ ટીમ, પોલીસ, ઈમરજન્‍સી સેવાઓ અને નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્‍યા છે. હાલમાં વિમાન ક્રેશ થવાનું અસલી કારણ સામે આવ્‍યું નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. એન્‍ટોનોવ An-12 સોવિયત સમયના ચાર એન્‍જિયનવાળું સૈન્‍ય માલવાહક વિમાન છે, જેને ૧૯૫૦ના દાયકામાં ડિઝાઇન કરવામાં આવ્‍યું હતું. તેનો ઉપયોગ મુખ્‍ય રૂપથી સૈનિકો, સૈન્‍ય ઉપકરણો અને સામાનને એક જગ્‍યાથી બીજી જગ્‍યાએ લઈ જવા માટે કરવામાં આવતો હતો.

રશિયાના સૈન્‍ય વિમાન તાજેતરના દિવસોમાં તાલીમ અને અવરજવર દરમિયાન ઘણીવાર દુર્ઘટનાગ્રસ્‍ત થયા છે. આ પહેલા ઓક્‍ટોબરમાં પણ બાલ્‍ટિક સાગરની પાસે સ્‍થિત કૈલિનિનગ્રાદ ક્ષેત્રમાં એક નિયમિત તાલીમ ઉડાન દરમિયાન રશિયાનું Su-30 ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું હતું.(૩૮.૧૮)

(9:53 AM IST)