News of Thursday, 7th May 2026
યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા પંદર હજાર પાકિસ્તાની નાગરિકો દેશનિકાલ
મોટાભાગના કાઢી મુકાયેલા લોકો શિયા છે, છતાં પાકિસ્તાન સરકારે મૌન સેવ્યું છે

દુબઈ,તા.૭: છેલ્લા કેટલાક સમયમાં યુએઈ સરકારે કોઈપણ ઔપચારિક આરોપ વિના પંદર હજાર જેટલા પાકિસ્તાનીઓને અટકાયત કરીને પરત મોકલ્યા, જેમાં મોટાભાગના શિયા મુસ્લિમ મજૂરો છે.
હિન્દી સમાચાર ચેનલ ન્યૂઝ-૧૮ ઇન્ડિયાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી પત્રકાર કિશોર અજવાણીના કાર્યક્રમ સૌ બાત કી એક બાત અંતર્ગત આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે યુએઈ પ્રશાસને પાકિસ્તાની નાગરિકોને ડિપોર્ટ કર્યા છે અને મોટાભાગના કાઢી મુકાયેલા લોકો શિયા છે, છતાં પાકિસ્તાન સરકારે મૌન સેવ્યું છે.
વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ જેમ કે ન્યૂ લાઇન્સ મેગેઝિન અને મિડલ ઇસ્ટ આઇ ના તાજેતરના અહેવાલો પરથી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ, યુનાઇટેડ આરબ અમીરાત પ્રશાસને છેલ્લા કેટલાક સમયથી અંદાજિત ૧૫,૦૦૦ પાકિસ્તાની કામદારોની અટકાયત કરી તેમને કોઈપણ ઔપચારિક આરોપો વિના બળજબરીપૂર્વક પાકિસ્તાન પરત મોકલી દીધા છે. આ કાર્યવાહીનો ભોગ બનનારાઓમાં આશરે પાંચ હજાર પરિવારો સામેલ છે, જેમાં બહુમતી શિયા સમુદાયના લોકોની છે.
રિપોર્ટ્સમાં એવો મોટો ખુલાસો પણ થયો છે કે આ મજૂરોને તેમના બેંક ખાતામાંથી જીવનભરની બચતના નાણાં ઉપાડવાની કે તેમની આર્થિક લેવડદેવડ પૂરી કરવાની તક પણ આપવામાં આવી ન હતી.
ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના ભૌગોલિક-રાજકીય તણાવ અને અન્ય સાંપ્રદાયિક કારણોસર શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે.
આヘર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં પોતાના નાગરિકોની હકાલપટ્ટી કરવામાં આવી હોવા છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય કે સરકાર દ્વારા કોઈ ઔપચારિક વિરોધ નોંધાવવામાં આવ્યો નથી, જે પાકિસ્તાનની આર્થિક અને કૂટનીતિક લાચારી સ્પષ્ટ કરે છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
