તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
યમનમાં સરકાર અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે ફરી લડાઈ : અત્યાર સુધીમાં 4,481 લોકોના મોત : હજારો લોકો બેઘર
ફરી ભડકેલી લડાઈએ માનવીય સંકટ વધુ ગંભીર બન્યું :WHO એ આપી ચેતવણી :Mokha અને Bab al-Mandeb પર હૂતીની વધતી પકડથી વૈશ્વિક વેપાર અંગે ચિંતા વધી

યમનમાં સરકાર અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે ફરી ભડકેલા સશસ્ત્ર સંઘર્ષે દેશના માનવીય સંકટને વધુ ગંભીર બનાવી દીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડા મુજબ 6 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 4,481 મોત નોંધાયા છે. સતત હિંસાના કારણે 1.80 લાખથી વધુ લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવું પડ્યું છે.
19થી 26 સપ્ટેમ્બર દરમિયાન જ 164 લોકોનાં મોત થયા અને 645 લોકો ઘાયલ થયા. સંઘર્ષને કારણે હજારો પરિવારો માટે ખોરાક, સુરક્ષિત આશ્રય, દવાઓ અને આરોગ્ય સેવાઓ મેળવવી મુશ્કેલ બની રહી છે. WHOએ અગાઉ પણ ચેતવણી આપી છે કે વધતી હિંસા યમનની પહેલેથી જ નબળી Health System પર વધુ દબાણ ઊભું કરી રહી છે.
સપ્ટેમ્બરની શરૂઆતમાં હૂતી લડવૈયાઓએ યમનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાની સૈન્ય કાર્યવાહી વધારી હતી. આ દરમિયાન મહત્વપૂર્ણ બંદર શહેર મોખા (Mokha) અને લાલ સમુદ્ર (Red Sea)ના કેટલાક વ્યૂહાત્મક ટાપુઓ પર હૂતીના નિયંત્રણના અહેવાલો સામે આવ્યા છે. મોખાનું વ્યૂહાત્મક મહત્વ હોવાને કારણે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે.
હૂતીનો પ્રભાવ વધતાં બાબ અલ-મંદેબ જલડમરુમધ્યની સુરક્ષા અંગે ચિંતા વધી છે. આ માર્ગ લાલ સમુદ્રને અદનની ખાડી સાથે જોડે છે અને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વના લગભગ 12 ટકા વેપારી માલની અવરજવર આ માર્ગથી થાય છે.
જો અહીં સંઘર્ષ વધે અથવા Shipping Route અવરોધાય તો વૈશ્વિક સપ્લાય ચેઇન અને માલ પરિવહન પર ગંભીર અસર પડી શકે છે. યમનમાં વધતી હિંસા વચ્ચે સૌથી મોટું નુકસાન સામાન્ય નાગરિકોને થઈ રહ્યું છે. વિસ્થાપન, આરોગ્ય સેવાઓની અછત અને સતત લડાઈએ દેશની Humanitarian Situationને વધુ ગંભીર બનાવી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
