હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાપત્તા વ્યકિતના કેસમાં તાત્કાલિક FIR કરો
સુપ્રીમ કોર્ટનો આદેશ : દેશમાં ૪૭,૦૦૦ બાળકો લાપત્તાઃ માનવ તસ્કરીની શંકા

નવી દિલ્હી તા.૨૩: દેશમાં આશરે ૪૭,૦૦૦ બાળકો હજુ પણ લાપતા હોવાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે દેશભરના પોલીસ સત્તાવાળાઓને લાપતા વ્યકિતઓના કેસમાં તાકીદે એફઆઇઆર દાખલ કરવાનો તથા માનવ તસ્કરી એકમોને ચાર સપ્તાહમાં સંપૂર્ણપણે કાર્યરત કરવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે સખત નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે આવા બાળકો ઘણીવાર આંતરરાજ્ય સંગઠિત માનવ તસ્કરી ગેંગોના ભોગ બને છે. ખંડપીઠે જણાવ્યું હતું કે ભારત સરકારના ગૃહ મંત્રાલયને દેશના દરેક પોલીસ સ્ટેશનને એક જ પ્લેટફોર્મ પર જોડતું ઓલ ઈન્ડિયા ગ્રીડ બનાવવાનો આદેશ આપવામાં આવે છે, જેમાં માનવ તસ્કરી, ગુમ થયેલા બાળકો અને મહિલાઓ માટે વિશેષ પોર્ટલ હશે.
ખંઠપીઠે જણાવ્યું હતું કે સંબંધિત પોલીસ સ્ટેશનોને આદેશ આપવામાં આવે છે કે કોઈપણ વ્યકિત ગુમ થયાની માહિતી મળતાની સાથે જ પ્રાથમિક તપાસની રાહ જોયા વગર અથવા ગુમ થયેલા વ્યકિતના વાલીઓ પર જવાબદારી છોડ્યા વગર તરત જ FIR નોંધવામાં આવે. FIRમાં અપહરણ અને માનવ તસ્કરી સંબંધિત ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની જોગવાઈઓ ફરજિયાત રીતે સામેલ કરવાના છે. બાળક ગુમ થાય ત્યારે શરૃઆતથી જ અપહરણની શંકા ધ્યાને રાખીને કાર્યવાહી કરવી જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
